AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તમે પણ ખોલાવ્યું છે જનધન ખાતું? તો મળશે ₹ 1.3 લાખનો ફાયદો !
યોજના અને સબસીડીVTV ગુજરાતી
તમે પણ ખોલાવ્યું છે જનધન ખાતું? તો મળશે ₹ 1.3 લાખનો ફાયદો !
💠કઈ રીતે મળે છે 1.30 લાખ રૂપિયાનો ફાયદો: કેન્દ્ર સરકારની આ યોજનામાં ખાતાધારકોને બે પ્રકારની વીમા સુવિધાઓ આપવામાં આવે છે. તેમાં પહેલી દુર્ઘટના વીમા છે અને બીજી જનરલ ઈન્શ્યોરન્સ છે. એકાઉન્ટ હોલ્ડરને 1,00,000 રૂપિયા દુર્ઘટના વીમા અને સાથે 30,000 રૂપિયા જનરલ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. તો આ પ્રકારે તમને સંપૂર્ણ 1.30 લાખ રૂપિયાનો ફાયદો મળે છે. 💠સરકાર આપે છે ઈન્શ્યોરન્સની સુવિધા: તમને જણાવી દઈએ કે જો ક્યારેય પણ કોઈ ખાતા ધારકનો એક્સીડેન્ટ થઈ જાય તો તેમને આ યોજના હેઠળ 30,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યાં જ જો કોઈ ખાતાધારકની ઘટનામાં મોત થઈ જાય છે તો એકાઉન્ટ હોલ્ડરના પરિવારને 1 લાખ રૂપિયા સરકારની તરફથી આપવામાં આવે છે. 💠ખાતુ ઓપન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? આ ખાતાને ઓપન કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તે ઉપરાંત ઈલેક્શન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ. પાન કાર્ડ, પાસપોર્ટ અને નરેગા કાર્ડ દ્વારા તમે પણ પોતાનું ખાતુ ઓપન કરી શકો છો. જો આ ડોક્યુમેન્ટ્સમાં તમે એડ્રેસ પણ લખો છો તો તમને અલગથી પ્રમાણ પત્ર આપવાની જરૂર નહીં રહે. 💠 જનધન એકાઉન્ટના ફાયદા: ✔️ જમા રકમ પર વ્યાજ ✔️ એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવર ✔️ આ ઉપરાંત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની ટેન્શન નહીં રહે. ✔️ ગ્રાહકોને દુર્ઘટના વીમાની સુવિધા મળશે ✔️ 10 હજાર રૂપિયા સુધી ઓવરડ્રાની સુવિધા પણ મળશે ✔️ કેશ ઉપાડ અને શોપિંગ માટે રૂપિયા કાર્ડ પણ મળશે ✔️ ગ્રાહકોને જનરલ ઈન્શ્યોરન્સનો પણ ફાયદો મળશે ✔️ ડિજિટલાઈઝેશનને મળશે વધારો સરકારની આ સૌથી લોકપ્રિય યોજના છે. જેમાં ખાતાધારકોને ઘણા પ્રકારની સુવિધા મળે છે. સરકારની આ યોજનાથી ડિજિટલાઈઝેશનને પણ બઢાવો મળે છે. તે ઉપરાંત દેશના ખુણે ખુણા સુધી બુકિંગ સુવિધાઓનો પણ વિસ્તાર થયો છે. 💠કોણ ઓપન કરાવી શકે છે ખાતુ? આ ખાતાને તમે પોતાના નજીકની બ્રાન્ચમાં જઈને ઓપન કરાવી શકો છો. ત્યાં તમને એક ફોર્મ લેવાનું રહેશે અને ત્યાર બાદ તમારી દરેક ડિટેલ્સ જેવી કે- નામ, મોબાઈલ નંબર, બેન્ક બ્રાન્ચનું નામ, અરજી કરનારનું એડ્રેસ અને દરેક જાણકારી ભરવાની રહેશે. તે ઉપરાંત ભારતમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ આ ખાતાને ઓપન કરી શકે છે. આ એકાઉન્ટને ઓપન કરવા માટે તમારી ઉંમર 10 વર્ષ અથવા તેનાથી વધારે હોવી જોઈએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
6
અન્ય લેખો