સમાચારVTV ન્યૂઝ
તમે ઘરે બેઠા મેળવી શકો છો રાશન, જાણી લો સરળ પ્રોસેસ !
👉 જો તમારી પાસે રાશન કાર્ડ છે તો તમારે લાંબી લાઈનમાં લાગવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી Mera Ration appને યૂઝ કરી શકો છો. આ એપ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો ભાગ છે. આ એપની મદદથી તમે ઘરે બેસીને રાશનને બુક કરી શકો છો. તેની મદદથી તમને રાશન મેળવવામાં સરળતા રહેશે. Mera Ration app ની મદદથી તમને કઈ કઈ સુવિધાઓ મળે છે તે પણ જાણો અને કઈ રીતે સામાન તમારા ઘર સુધી પહોંચી જશે તેની પ્રોસેસ પણ. Mera Ration app ને કેવી રીતે કરશો ડાઉનલોડ અને કેવી રીતે કરશો ઉપયોગ 👉 સૌ પહેલાં તો Google Play Store પર જાઓ. 👉 અહીં સર્ચ બોક્સમાં Mera Ration app શોધો. 👉 Mera Ration app એપને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરો. 👉 Mera Ration app એપને ઓપન કરો. 👉 તમારા રાશન કાર્ડની ડિટેલની મદદથી રજિસ્ટ્રેશન કરો. Mera Ration એપના આ છે ફાયદા 👉 પ્રવાસી લોકોને થશે મોટો ફાયદો. 👉 એપની મદદથી રાશનની દુકાનની પણ મળશે જાણકારી. 👉 રાશન કાર્ડ હોલ્ડર્સ પોતાના સૂચનો આપી શકશે. 👉 રાશન સંબંધિત જાણકારી પણ મળી રહેશે, 👉 કાર્ડ હોલ્ડર મળતા અનાજની જાણકારી પોતે લઈ શકશે. 👉 દરેકને સરળતાથી મળશે રાશન. મારી નજીકની દુકાનને જાણી શકો છો 👉 મેરા રાશન એપની મદદથી યૂઝર્સ ટેપ કરીને તેની નજીકની રાશનની દુકાન શોધી શકે છે. આ સિવાય પોતાને કેટલું રાશન મળી રહ્યું છે તેની જાણકારી પણ મેળવી શકે છે. આ એપ હિંદી અને અંગ્રેજી 2 ભાષામાં કામ કરે છે. અન્ય 14 ભાષામાં જલ્દી તેને લોન્ચ કરાશે. સૌથી મોટી વાત તો એ છે કે ક્યારે અને કઈ દુકાનેથી રાશન મળી શકશે તેની જાણકારી પણ એપની મદદથી મળી રહે છે. જાણો કોને મળશે ફાયદો 👉 આ એપની રજૂઆત બાદ ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે આ એપનો હેતુ એનએફએસએના લાભાર્થીઓને, વિશેષ કરીને પ્રવાસી લાભાર્થીને, ઉચિત મૂલ્યની દુકાન કે રાશનના ડીલરો અને અન્ય લોકોને સંબંધિત સેવાની સુવિધા આપવાનો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
3
અન્ય લેખો