AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીVTV ગુજરાતી
તમારી દિકરીને ક્યારેય નહીં થાય પૈસાની કમી !
આ સ્કીમ હેઠળ તમારે ફક્ત દરરોજ 416 રૂપિયા આ યોજના માટે બચાવવાના રહેશે. આ 416 રૂપિયા આગળ જઈને તમારી દિકરી માટે 65 લાખ રૂપિયાની રકમ બની જશે. તેનાથી તમારી દિકરીનું ભવિષ્ય આર્થિક સંપન્ન થઈ જશે. 📍 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં શું છે ખાસ? સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી લાંબા ગાળાની સ્કીમ છે. જેમાં રોકાણ કરી તમે પોતાની દિકરીનો અભ્યાસ અને ભવિષ્યને લઈને નિશ્ચિંત થઈ શકો છો. તેના માટે તમારે વધારે રકમનું રોકાણ કરવાની પણ જરૂર નથી. પહેલા એ નક્કી કરી લો કે તમારી દિકરી માટે જ્યારે તે 21 વર્ષની થશે તો કેટલી રકમ જોઈશે. આવો આપણે તેની સંપૂર્ણ કેલક્યુલેશન સમજીએ. 📍 ક્યારે શરૂ કરશો રોકાણ? જેમ કે તમારી દિકરી આજે 10 વર્ષની છે અને તમે રોકાણ આજે શરૂ કર્યું છે તો તમે ફક્ત 11 વર્ષ સુધી જ રોકાણ કરી શકશો. એવી જ રીતે 5 વર્ષની દિકરી છે અને તમે રોકાણ શરૂ કર્યું તો તમે 16 વર્ષ સુધી રોકાણ કરી શકશો. જેનાથી મેચ્યોરિટી એમાઉન્ટ વધી જશે. હવે જો તમારી દિકરી આજે 2021માં 1 વર્ષની છે અને તમે રોકાણ શરૂ કરી દીધુ છે તો આ 2042માં મેચ્યોર થશે. જો તમને આ સ્કીમમાં મેક્સિમમ ફાયદો મળી શકે છે. ✨ 416 રૂપિયાનું રોકાણ કરી આ રીતે મેળવો 65 લાખ ✨અહીં આપણે એવું માનીને ચાલીએ કે તમે 2021થી રોકાણ કરવાનું શરૂ કરો તો તમારી દિકરીની ઉંમર 1 વર્ષ છે. ✨તમે દરરોજ 416 રૂપિયા બચાવ્યા તો મહિનાના 12,500 રૂપિયા થયા. ✨12,500 રૂપિયા દર મહિને જમા કરવામાં આવે તો વર્ષના 15,00,00 રૂપિયા થયા. ✨તમારે આ રોકાણ ફક્ત 15 વર્ષ સુધી કરવાનું છે. તો કુલ રોકાણ થયું 2,250,000 રૂપિયા. ✨7.6 ટકા વાર્ષિકના હિસાબથી તમને કુલ 4,250,000 રૂપિયા મળશે. ✨2042માં જ્યારે દિકરી 21 વર્ષની થઈ જાય તો સ્કીમ મેચ્યોર થશે તે સમયે કુલ મેચ્યોરિટી એમાઉન્ટ 6,500,000 રૂપિયા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
3
1
અન્ય લેખો