AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તમારા છોડમાં નાખો આ ઘરેલુ વસ્તુ થશે ચમત્કાર !
વેસ્ટમાંથી બેસ્ટgujaratidayro.com
તમારા છોડમાં નાખો આ ઘરેલુ વસ્તુ થશે ચમત્કાર !
🌸 આજે અમે લાવ્યા છીએ તમારા ઘરના ફૂલછોડ માટે એક ખાસ વસ્તુ. જેન તમે ફૂલછોડમાં નાખશો તો થશે રોજ તમારા ફૂલછોડમાં ફૂલોનો વરસાદ. 🌸 મિત્રો લગભગ દરેક વ્યક્તિના ઘરમાં ફૂલછોડ હોય છે અને બધા કેળા પણ ખાતા જ હોય છે. પરંતુ ત્યારે આપણે કેળા ખાઈને તેની છાલને ફેંકી દઈએ છીએ. પરંતુ હવે તેવું ન કરતા કેમ કે તે આપણા ઘરમાં રહેલા ફૂલછોડ માટે જ ખુબ ઉપયોગી છે કેળાની છાલ. કેળાની છાલને સુકવી દેવાની છે કેળાની છાલ બરાબર સુકાય જાય ત્યારબાદ તે બિલકુલ કાળી પડી જશે. બરાબર સુકાઈ જાય ત્યારબાદ તેનો પાવડર બનાવી લેવાનો છે. 🌸 આ પાવડરને તમે ખુબ જ લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો, પછી એ પાવડરને બે થી ત્રણ ચમચી ત્રણ -ત્રણ દિવસે છોડમાં નાખવો. આ પાવડરમાં પોટેશિયમ, કાર્બન એવા ઘણા તત્વો હોવાથી તેનો પાવડર છોડમાં નાખવાથી ફૂલ ખુબ જ વધારે આવશે. 🌸બીજો ઉપાય. ઓસાવેલા ભાત બનાવીયે તેમાં વધેલા પાણીને આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ તે પાણીને ઠંડુ કર્યા બાદ તે પાણી ફૂલછોડને પીવડાવવું જોઈએ. ભાતના પાણીમાં સ્ટાર્ચ વધારે પ્રમાણમાં હોય છે. ભાત આપણા શરીરને ઘણા તત્વો આપે છે. ભાતનું ઓસાવેલું પાણી ફૂલછોડને પણ ખુબ જ ઉપયોગી થાય છે અને છોડમાં ફૂલ ખુબ જ આવે છે. આ પાણી મિત્રો કોઈ દિવસ ફેંકવું નહિ. પરંતુ એક ખાસ ધ્યાન રાખવું કે જો ભાતનું પાણી છોડમાં નાખવું હોય તો ભાતમાં મીઠું ન નાખવું જોઈએ. 🌸 ત્રીજું છે ચા 🍵 લગભગ લોકો ચા તો પિતા જ હશે અને ચા આપણને બધાને તરોતાજા રાખે છે. પરંતુ ચા આપણા ઘરના ફૂલછોડને પણ તાજા રાખે છે. મિત્રો આપણે ચા બનાવી બનાવીને તેની વધેલી ભૂકીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ હવે તેનું જ કરતા તે ભૂકીને જો ફૂલ છોડમાં નાખવામાં આવે તો આપણા ફૂલછોડને ખાતર મળી રહે છે. તે ભૂકીને સુકવીને પીછો છોડના થડમાં દાસ બાર દિવસે એક વાર નાખવામાં આવે તો તેનાથી પણ ફૂલ ખુબ જ આવવા લાગશે. પરંતુ ભૂકી નાખતા સમયે છોડના થડમાં જ નાખવી. સંદર્ભ : gujaratidayro.com, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
6