યોજના અને સબસીડીTV9 ગુજરાતી
તમારા ખાતા માં મળી રહી છે સબસીડી ? જાણો સરળ રીતે !
◾ એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે. બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે.ગેસ સિલિન્ડરોમાં મળતી સબસિડી સીધી બેંક ખાતાઓમાં આપવાનું શરૂ કર્યું છે. હવે તમે સરળતાથી જાણો કે ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.
◾ જાણકારી મેળવવા તમારે બ્રાઉઝરમાં વેબસાઇટ www.mylpg.in લોગ ઇન કરવું પડશે.
◾ વેબ પેજમાં ઉપર જમણી બાજુએ ગેસ કંપનીઓના નામમાંથી તમારી સેવા આપનાર કંપનીનું નામ પસંદ કરો.
◾ હવે તમને એલપીજી આઈડી પૂછવામાં આવશે. તે એન્ટર કરો જે પછી, તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને વર્તમાન નાણાકીય વર્ષ પસંદ કરો
◾ આ સ્ટેપ બાદ તમારી સબસિડીની તમામ વિગતો તમારી સ્ક્રીન પર દર્શાવાશે.
◾ આ વિગતમાં દર મહિને તમારા ખાતામાં મોકલવામાં આવતી સબસિડીની રકમની વિગતો શામેલ છે. ઉપરાંત, જો સબસિડીની રકમ તમારા ખાતામાં આવતી નથી, તો તમે તરત જ ફીડબેક બટનને ક્લિક કરીને તમારી ફરિયાદ કરી શકો છો.
◾ સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID ને એકાઉન્ટ નંબર સાથે જોડવું ન હોવું છે. આ માટે, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યા જણાવો અને ખૂટતું હોય તે કામ પૂર્ણ કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : TV 9 ગુજરાતી ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.