AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તમારા ખાતામાં નથી આવ્યાં ₹ 2000 ? આ કામ કરતાં જ જમા થઇ જશે આગામી હપ્તો !
કૃષિ વાર્તાGSTV
તમારા ખાતામાં નથી આવ્યાં ₹ 2000 ? આ કામ કરતાં જ જમા થઇ જશે આગામી હપ્તો !
📍 પ્રધાનમંત્રીએ પીએમ કિસાન યોજના હેઠળ 9 મો હપ્તો જારી કરી દીધો છે અને અત્યાર સુધી લાખો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઇ ગયા છે. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનામાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા રૂપિયા જમા થઇ ગયા છે. પરંતુ, જો આ યોજનાના પૈસા તમારા ખાતામાં આવ્યા નથી, તો તમે તરત જ કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફરિયાદ કરી શકો છો. અમે તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી રહ્યાં છીએ. 📍 ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરશો? જો તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા નથી, તો તમારે પહેલા તમારા ક્ષેત્રના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જો આ લોકો તમારી વાત ન સાંભળે અથવા પછી પણ આ પૈસા ખાતામાં ન આવે તો તમે તેને લગતી હેલ્પલાઇન પર પણ ફોન કરી શકો છો. આ ડેસ્ક સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહે છે. આ સિવાય, તમે ઇ-મેઇલ pmkisan-ict@gov.in પર પણ સંપર્ક કરી શકો છો. જો હજુ પણ તમારુ કામ ન થાય તો 011-23381092 નંબર પર ફોન કરો. 📍 કૃષિ મંત્રાલયને ફરિયાદ કરો: જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા કોઈ ખેડૂતના બેંક ખાતામાં ન પહોંચતા હોય તો તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. જો પૈસા ખેડૂતના ખાતામાં પહોંચ્યા નથી અથવા જો કોઈ તકનીકી સમસ્યા હોય તો તે કોઈપણ સંજોગોમાં સુધારી લેવામાં આવશે. સરકાર દરેક શક્ય પ્રયત્નોમાં છે કે દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે. 📍 તમે અહીં પણ કરી શકો છો સંપર્ક: તમે આ યોજનાનુ સ્ટેટસ જાતે ચેક કરી શકો છો અને અપ્લાય પણ કરી શકો છો. તમે યોજનાના વેલફેર સેક્શનમાં સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેનો ફોન નંબર 011-23382401 છે, જ્યારે ઈ-મેલ આઈડી (pmkisan-hqrs@gov.in) છે. 📍 મંત્રાલયનો સંપર્ક કરવાની સુવિધા (Agriculture ministry helpline numbers) ✔️PM કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266 ✔️PM કિસાન હેલ્પલાઇન નંબર: 155261 ✔️PM કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401 ✔️PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606 ✔️PM કિસાનની અન્ય એક હેલ્પલાઇન: 0120-6025109 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
35
10
અન્ય લેખો