યોજના અને સબસીડીGSTV
તમારા એકાઉન્ટમાં LPG સબસીડી ના પૈસા આવ્યા કે નહીં જાણો સરળ રીતે !
👉 શું તમારા ખાતામાં LPG એટલે કે રસોઇ ગેસની સબસિડી આવે છે. જો આ સવાલનો જવાબ તમારી પાસે નથી તો આ સમાચાર ખાસ તમારી માટે છે. જો રસોઇ ગેસની સબસિડીની જાણકારી તમને નથી તો અહીં અમે તમને જણાવીશું કે, તમે તેના વિશે કઇ રીતે જાણી શકશો કે તમારા એકાઉન્ટમાં પૈસા આવી રહ્યાં છે કે નહીં. અમે અહીં તમને કેટલાંક સ્ટેપ્સમાં ગેસની સબસિડીના પૈસા એકાઉન્ટમાં આવી રહ્યાં છે કે નહીં તેના વિશે જાણવાની રીત જણાવીશું. 👉 સૌ પહેલાં તમે તમારા ફોન અથવા તો કોમ્પ્યુટર પર ઇન્ટરનેટ ઓપન કરી લો. 👉 પછી ફોનના બ્રાઉઝર પર જાઓ અને www.mylpg.in ટાઇપ કરો તેને ઓપન કરી લો. 👉 ત્યાર બાદ તમને જમણી તરફ ગેસની કંપનીઓના ગેસ સિલિન્ડરના ફોટો જોવા મળશે. જે પણ તમારા સર્વિસ પ્રોવાઇડર છે તેને ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરી દો. 👉 ત્યાર બાદ એક નવી વિન્ડો ઓપન થઇ જશે કે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરની હશે. 👉 ત્યાર બાદ સૌથી ઉપર જમણી તરફ સાઇન-ઇન અને ન્યુ યુઝરના વિકલ્પ પર જોવા મળશે કે જેને ટેપ કરી દો. 👉 જો તમારી આઇડી પહેલાં જ બની ગઇ છે તો તમારે સાઇન-ઇન કરવાની જરૂરિયાત છે. 👉 જો આઇડી નથી તો તમારે ન્યુ યુઝર પર ટેપ કરવાની જરૂરિયાત છે. વેબસાઇટ પર લોગઇન કરી લો. 👉 ત્યાર બાદ જે વિન્ડો ઓપન થશે તેમાં જમણી તરફ વ્યુ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ તમને દેખાશે. તેની પર ટેપ કરી દો. 👉 ટેપ કર્યા બાદ તમારે અહીંથી એવી જાણકારી મળશે કે, તમને કયા સિલિન્ડર પર કેટલી સબસિડી આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે. 👉 આ સાથે જો તમે ગેસ બુકિંગ કર્યો છે અને તમને સબ્સિડીના પૈસા નથી મળતા તો તમારે ફીડબેકવાળા બટન પર ક્લિક કરવાની જરૂરિયાત છે. અહીંથી તમને સબસિડીના પૈસા ન મળવાની ફરિયાદ દાખલ કરવામાં સક્ષમ છો. 👉 આ સિવાય જો તમે LPG આઇડીને અત્યાર સુધી તમારા એકાઉન્ટ સાથે લિંક નથી કરી તો તમે ડિસ્ટ્રીબ્યુટર પાસે જઇને તે કરાવવાનું કામ કરો. એટલું જ નહીં 18002333555 પર ફ્રીમાં કૉલ કરીને તેની ફરિયાદ દાખલ કરવામાં તમે સક્ષમ છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
8
સંબંધિત લેખ