AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તમાકુ ના પાકમાં ઈયળ નું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તમાકુ ના પાકમાં ઈયળ નું નિયંત્રણ
🐛તમાકુ ગુજરાત ઉપરાત કર્ણાટક, તામિલનાડુ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં લેવામાં આવે છે. ધરૂવાડીયામાં તથા ફેરરોપણીના પાકમાં નુકશાન કરતી આ જીવાતની ઇયળ આછા લીલા રંગની હોય છે. તેની બંને ધારે ઝાંખા સફેદ રંગની લીટીઓ હોય છે. ઇયળ ચાલે ત્યારે ઉદરપ્રદેશનો વચ્ચેનો ભાગ ઊંચો થાય છે. શરૂઆતમાં નાની ઇયળ પાન કોરે છે. ઇયળ મોટી થતાં પાનની નસો વચ્ચે નાના કાણાં પાડે છે. આ જીવાત આર્થિક રીતે નુકશાન કરી શકે છે. 🐛 આ ઈયળ ના નિયંત્રણ માટે ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસસી ઘટક ધરાવતી અમેઝ એક્સ દવા 5 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અને છોડ ના સારા વિકાસ માટે પાવર જેલ દવા ને 16 ગ્રામ /10 લીટર પાણીમાં નાખી ને છંટકાવ કરવો . 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
10
0