AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તમાકુનો ઉકાળો, ઘેર બેઠા વનસ્પતિજન્ય દવા બનાવો
• જ્યારે જીવાત ખેતરમાં દેખા દે ત્યારે આવી ઘરગથ્થુ દવાઓનો ઉપયોગ કરવાથી જીવાત આગળ વધતી અટકતી હોય છે. • આવી ઘરગથ્થું બનાવેલ દવાઓના ઉપયોગથી જીવાતના કુદરતી દુશ્મનોને કોઇ આડ અસર થતી નથી અને આપણું પર્યાવરણ પણ જળવાઇ રહે છે. • આ માટે જ્યારે પણ જીવાતની શરુઆત થાય કે તરત જ નીચે પ્રમાણે બનાવેલ તમાકુનો ઉકાળો બનાવી છાંટવાથી જીવાત અટકાવી શકાય છે. ચાલો જોઇએ આપણે તમાકુનો ઉકાળો કેવી રીતે બનાવવો? તમાકુનો ઉકાળો બે રીતે બનાવી શકાય છે.
૧. તમાકુનો ઉકાળો- ગરમ પાણીની પધ્ધતિથી:  દસ લીટર પાણી લઇ તેમાં એક કિ.ગ્રા. તમાકુનો દળ (ભૂકો) ઉમેરી આખી રાત પલાળી રાખો.  સવારે આ મિશ્રણને ૬૦ થી ૭૦ ડિગ્રી સે.ગ્રે. તાપમાને એક કલાક સુધી ગરમ કરતા રહો. ગરમ કરતી વખતે બીજુ વધારાનું પાણી ઉમેરતા રહો અને દસ લીટરનો જથ્થો જાળવી રાખો. દ્રાવણ ઘેરા કોફી રંગનું થશે.  દ્રાવણને બારીક મલ-મલનાં કપડાથી ગાળી લઇ તેમાં ૨૦૦ ગ્રામ સાબુની ભૂકી અથવા કપડા ધોવાનો કોઇ પણ ડિટરજન્ટ પાવડર ઉમેરો અને આ પ્રકારે થયેલ દ્રાવણમાં બીજુ વધારાનું ૪-૫ ગણું પાણી ઉમેરતા દ્રાવણ છંટકાવ માટે તૈયાર થશે. • ૨. તમાકુનો ઉકાળો- ઠંડા પાણીની પધ્ધતિથી: આ પધ્ધતિમાં ઉપર પ્રમાણે જ દ્રાવણ બનાવવામાં આવે છે પરંતુ કોઇ પણ તબ્બકે ગરમ કરવાનું હોતું નથી. • સાવચેતી: જો છંટકાવ તરત જ કરવાનો ન હોય તો દ્રાવણ (સ્ટોક સોલ્યુસન)માં બીજુ વધારાનું પાણી કે સાબુની ભૂકી ઉમેર્યા સિવાય હવા-ચૂસ્ત વાસણ કે પીપમાં ભરી રાખો. આ દ્રાવણનો છંટકાવ સવાર અથવા સાંજનાં સમયે આખુ શરીર ઢંકાઇ જાય તેવા કપડા પહેરીને કરવો અને વધારામાં મોં ઉપર ભીનું કાપડ બાંધી રાખવું. તમાકુનો નશો ચઢતો હોય તેને છંટકાવનું કાર્ય કરવું નહીં. ઘેનની અસર જણાતા દવા છાંટવાનું તરત જ બંધ કરી દેવું. • કંઇ જીવાત સામે: તમાકુનો ઉકાળો પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો-મશી, સફેદમાખી, તડતડિયા, થ્રીપ્સ, પાન કથીરી, મીલીબગ જેવી ચુસિયાં પ્રકારની અને શરુઆતની અવસ્થાની પાન ખાનારા ઇયળો જેવી કે તમાકુના પાન ખાનાર, લીલી ઇયળ, પાન વાળનાર ઇયળ, કાતરા, વિગેરેનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ વિડિયો સંદર્ભ : ડિજિટલ ગ્રીન ઓઆરજી આ બહુપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
262
0