AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તમાકુના પાકમાં કોક્ડવાનું સચોટ ઉપાય
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તમાકુના પાકમાં કોક્ડવાનું સચોટ ઉપાય
🌱હાલના વાતાવરણ પ્રમાણે તમાકુ ના પાકમાં વાયરસ ની સમસ્યા વધારે જોવા મળતી હોય છે ચાલો જાણીએ આ વાયરસ નું સચોટ નિયંત્રણ. 🌱વિષાણુથી થતો આ રોગનો ફેલાવો સફેદમાખીથી થાય છે. તદ્ઉપરાંત છાયાવાળી જગ્યાએ તેમજ ખેતરના નીચાણવાળા ભાગમાં રોગનું પ્રમાણ વધુ રહે છે. 🌱રોગ લાગેલ છોડના પાન કિનારીએથી નીચેની તરફ વળી જઈ કોકડાઈ જાય છે જેના લીધે પાન નાના, ટૂંકા, ખરબચડા અને જાડા બની જાય છે. નસો લીલી થયેલી જોવા મળે છે. ઘણી વખત નસો જાડી, વાંકીચૂકી થઈ કોકડાઈ જાય છે. છોડ ઠીંગણો રહે છે. કોકડવાથી તમાકુનું ઉત્પાદન અને ગુણવત્તા ઘટે છે. 🌱જેના સચોટ નિયંત્રણ માટે એજીટેટ (એસિફેટ 75% એસપી ) 15ગ્રામ પ્રતિ પંપ સાથે પાનના વૃદ્ધિ વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ પ્રતિ પંપ મિશ્રણ કરીને છંટકાવ કરવો જોઈએ. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
20
0