એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તડબૂચમાં લીફ માઇનર અટકાવો !
🍉 આ જીવાત કે જે ખેડૂતો પાન કોરિયા તરીકે પણ ઓળખે છે.
🍉ઉગ્યા પછી 20 થી 25 દિવસે આનો ઉપદ્રવ થઇ જતો હોય છે અને પાન ઉપર સર્પાકાર લીસોટા પાડી તેમાં રહી નુકસાન કરતી હોય છે.
🍉ખેડૂતો તડબૂચનું વાવેતર મોટે ભાગે પ્લાસ્ટિક મલ્ચીંગથી કરતા હોય છે અને આ પધ્ધતિથી કરેલ પાકમાં આ જીવાતનો ઉપદ્રવ સામાન્યપણે વધારે રહેતો હોય છે.
🍉તાજેતરની આણંદ કૃષિ યુનિ.ની કરેલ એક ભલામણ મુજબ સાયન્ટ્રાનિલિપ્રોલ 10 ઓડી દવા 25 મિલિ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો અને બીજો ફરી ૧૫ દિવસે કરવાથી જીવાતનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.