AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચમાં ફળ માખીનું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તડબૂચમાં ફળ માખીનું નિયંત્રણ !
🍉 ફળમાખીનો કીડો ફળમાં રહી ગર્ભ ખાય છે. ફળમાખીએ પાડેલા કાણાંમાંથી ઝરતો રસ જામી જતા બદામી ગુંદર જેવું દેખાય છે. આવા ફળોને કહોવારો પણ લાગુ પડે છે. નુકસાન વાળા ફળ બેડોળ પણ બની જતા હોય છે, 🍉 ફળમાખીને ગરમ વાતાવરણ વધારે માફફ આવે છે. ખરી પડેલ અને ટુવા પડેલ ફળો વિણી લઈ જમીનમાં દાટી દેવા. વાડીની ચોખ્ખાઇ રાખવી. ક્યુ લ્યુરયુક્ત ફળમાખીના ટ્રેપ્સ એકરે ૧૦ ની સંખ્યામાં જમીનથી એકાદ મીટર ઉંચાઇએ લગાવવા. 🍉 પુખ્ત ફળમાખીના નિયંત્રણ માટે ૪૫૦ ગ્રામ ગોળનું ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી તેને ૨૪ કલાક મૂકી રાખવું. ત્યારબાદ તેમાં સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિલિ મિશ્ર કરી ફૂલ આવવાની શરૂઆત થાય એટલે દર અઠવાડીએ એક વાર મોટા ફોરે વેલા પર પડે તેમ છાંટવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
5
0
અન્ય લેખો