AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચમાં ફળમાખીનું કરો આસાન રીતે વ્યવસ્થાપન !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તડબૂચમાં ફળમાખીનું કરો આસાન રીતે વ્યવસ્થાપન !
ફળમાખીને લીધે તડબૂચ બેડોળ અને ક્યારેક તિરાડો પણ પડે છે. ફળ ઉપર ફળમાખીએ પડેલ કાણાં માંથી રસ ઝરતો જોવા મળે છે. છેવટે ફળને કહોવારો લાગુ પડે છે. ઉનાળાના ગરમ વાતાવરણમાં ફળ માખી વધારે નુકસાન કરતી હોય છે. આ જીવાતના નિયંત્રણ માટે ફૂલ આવવાની શરુઆત થાય ત્યારથી દર ૧૦ દિવસે ૪૫૦ ગ્રામ ગોળ ૧૦ લી પાણીમાં ઓગાળી ૨૪ કલાક મૂકી રાખી તેમાં ૨૦ મિલિ ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ઉમેરી છંટકાવ કરવો. ખેતરમાં ક્યુ લુર યુક્ત ફળમાખીના ટ્રેપ્સ હેક્ટરે ૧૦ ની સંખ્યામાં જમીનથી એક મીટરની ઉંચાઇએ ગોઠવવા. આવા ટ્રેપ્સ પાક પુરો થાય ત્યાં સુધી ફરી બદલવાની જરુરિયાત નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
1