AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચના આ કોકડવા રોગને ઓળખો અને નિયંત્રણ કરો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તડબૂચના આ કોકડવા રોગને ઓળખો અને નિયંત્રણ કરો
👉આ વિષાણૂંજન્ય રોગ છે જે સફેદ માખી દ્વારા ખેતરમાં ફેલાય છે. વેલાના પાન કોકડાઇ જાય છે. એક વાર વેલાને આ રોગની અસર થાય પછી તેનો કોઇ ઉપાય નથી, છોડને કાઢ્યે જ છૂટકો. આ રોગ આગળ ઉપર ન ફેલાય તે માટે સફેદમાખીનું અસરકારકરીતે નિયંત્રણ કરતા રહેવું. 👉 સફેદમાખીના ઉપદ્રવ છે કે કેમ તે જોવા માટે વહેલી સવારે છોડને સહેજ હલાવવાથી સફેદમચ્છી જેવું ઉડતું જોવા મળે તો સમજવું આ જીવાતની શરુઆત થઇ ગઇ છે. જો નજીકમાં ટામેટાનું ખેતર હોય તો તેમાંથી આ રોગ આવવાની પુરીપુરી શક્યતા છે. 👉 ખેતરમાં પીળા ચીકણા સ્ટીકી ટ્રેપ ગોઠવવા. 👉 ખેતર નિંદામણમૂક્ત રાખવું. સફેદમાખીના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે અવાર-નવાર લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. તથા ખેતરમાં પીળા કલરના ગુન્દરીયા સ્ટીકર લગાવવા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
3
અન્ય લેખો