AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તંદુરસ્ત પશુ અને સારી ઉત્પાદકતા માટે જરૂરી લીલીચારો
પશુપાલનએગ્રોવન
તંદુરસ્ત પશુ અને સારી ઉત્પાદકતા માટે જરૂરી લીલીચારો
લીલા અને પોષક તત્વો થી ભરપૂર ચારા થી પશુની ભૂખ વધે, સાથે રતાંધળાપણું વગેરે જેવા રોગ થી પશુને બચાવે. • પાણીનું પ્રમાણ લીલા ચારામાં સુકા ચારા કરતા વધારે હોય છે. આ ચારો ખાવામાં સ્વાદિષ્ટ હોય છે; જેથી પશુને ખાવામાં આનંદ આવે છે અને તેનો બગાડ પણ નથી થતો. • પશુને સરળતાથી લીલા ચારામાંથી ગ્લુકોઝ મળે છે, જેથી પાચનક્રિયા સરળતાથી થાય છે. • લીલો ચારો ખનીજો અને પ્રોટીન થી ભરપૂર હોય છે. • લીલો ચારો પોષક તત્વો થી ભરપૂર હોય છે અને પશુની ભૂખ વધારવામાં મદદ કરે છે. • રોજ લીલો ચારો ખાવા થી પશુ સારા અને તંદુરસ્ત થાય છે. • આ ચારો પોષક તત્વો કુદરતી રીતે આપે છે જે પશુના શરીર માટે ફાયદાકારક છે.
• આ ચારો વિટામીન A કેરોટીન આપે છે અને રતાંધળાપણું થી રક્ષણ કરે છે અને પશુની ચામડીને સ્વસ્થ રાખે છે. • લીલા ચારામાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય પરિબળો હોય છે જેથી પશુઓની પાચનક્રિયા સરળતાથી થાય છે. • આ ચારામાં વધુ પ્રમાણમાં એમિનો એસિડ જેમ કે આર્જીનાઇન અને ગ્લુટેમિક હોય છે. • જો પશુઓ ગર્ભાવસ્થા દરમિયાન લીલો ચારો ન ખાય તો બચ્ચું કમજોર, આંધળુ અને અન્ય શારીરિક બિનકાર્યક્ષમતા વાળું જન્મે છે. • જો પશુઓને સમતોલ અને પોષક તત્વો થી ભરપૂર લીલો ચારો ખવડાવામાં આવે તો તેઓ ઓછામાં ઓછું 8 લિટર દૂધ આપી શકે છે. • સારી ઉત્પાદકતા અને પશુની સારી તંદુરસ્તી માટે રોજના ખોરાકમાં લીલો ચારો આપવો જોઇએ. સંદર્ભ- એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
865
0
અન્ય લેખો