AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડ્રોન ખરીદી પર સરકાર આપી રહી છે ૭૫% સુધી સબસીડી !!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ડ્રોન ખરીદી પર સરકાર આપી રહી છે ૭૫% સુધી સબસીડી !!
🛰️કૃષિ મંત્રાલયની તાજેતરની જાહેરાતમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ખેડૂત ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, સરકાર SC-ST, નાના અને સીમાંત, મહિલાઓ અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે ૫૦% અથવા વધુમાં વધુ ૫ લાખ રૂપિયાની સબસિડી આપશે. આ સાથે અન્ય ખેડૂતોને ૪૦ ટકા અથવા વધુમાં વધુ ૪ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સરકાર ખેડૂતોને સુવિધા આપવા, ખર્ચ ઘટાડવા અને આવક વધારવા માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ને મળશે ૭૫% સબસિડી કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અને ખેડૂતો અને ક્ષેત્રના અન્ય હિસ્સેદારો માટે ડ્રોન ટેક્નોલોજીને સસ્તું બનાવવા માટે, કૃષિ યાંત્રિકરણ પર સબ-મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન (SMAM) હેઠળ માન્યતા પ્રાપ્ત કૃષિ તાલીમ સંસ્થા અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રને ૧૦૦ ટકા સુધી સબસિડી આપવામાં આવશે. ખેડૂતોના ખેતરોમાં દવાનો છંટકાવ કરવા, ડ્રોન ખરીદવા માટે ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)ને ૭૫%ના દરે સબસિડી આપવામાં આવી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં મળશે ડ્રોન સરકાર દ્વારા લગભગ દસ લાખ રૂપિયાની કિંમતના ડ્રોનને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો, ખેડૂત ઉત્પાદક જૂથો, મહિલાઓ અથવા ખેડૂત મહિલા જૂથો સ્ટાર્ટઅપ માટે પણ તેને અપનાવી શકશે. જો અન્ય વ્યક્તિ પણ તેને રોજગાર તરીકે અપનાવવા માંગે છે, તો સરકાર તેને સબસિડી આપશે. ડ્રોન ચલાવવા માટે મળશે તાલીમ સરકાર દ્વારા ખેડૂતોને ડ્રોન ચલાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ કોલેજોમાં મફત તાલીમ આપવામાં આવશે. શરતો ૧) એવી જગ્યા જ્યાં હાઈ-ટેન્શન લાઈન હોય કે મોબાઈલ ટાવર હોય, ત્યાં પરવાનગી જરૂરી છે. ૨) ગ્રીન ઝોન વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાશે નહીં. ૩) રહેણાંક વિસ્તારની આસપાસ ખેતર હોય તો પણ પરવાનગી જરૂરી છે. ૪) ખરાબ હવામાન અથવા તીવ્ર પવનમાં ઉડાડી શકાશે નહીં. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
68
17
અન્ય લેખો