AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડ્રોન ખરીદવા પર મળશે સબસિડી
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ડ્રોન ખરીદવા પર મળશે સબસિડી
📰કૃષિ ક્ષેત્રમાં ડ્રોન આવ્યા બાદ ખેડૂતોના ઘણા કાર્યો જે પહેલા કલાકો લાગતા હતા તે હવે ગણતરીની મિનિટોમાં કરી શકાય છે. મોટાભાગના યુવાઓ ડ્રોન પાયલટને એક સારી કારકિર્દી તરીકે જુએ છે. જેથી યુવકો અને યુવતીઓ ડ્રોન ઓપરેટિંગ માટે તાલીમ મેળવીને કૃષિ અને અન્ય સેક્ટરમાં સારી કારકિર્દી બનાવી રહ્યા છે. આજના સમયમાં ડ્રોનની માગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેના માટેના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. ડ્રોન તાલીમ માટે આ નિયમ હટાવી દેવામાં આવ્યો 📰સરકાર તરફથી ડ્રોન તાલીમનો લાભ લેવા માટે યુવાનો માટે પહેલા પાસપોર્ટ હોવો ફરજિયાત હતો. પરંતુ ખેડૂતોની સમસ્યાને જાણી અને સમજીને કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે. યુવાનોને મળશે ફ્રીમાં પાયલોટની ડ્રોન ટ્રેનિંગ 📰રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા અંદાજે 500 યુવાનોને ખેતી માટે મફત ડ્રોન પાયલોટની તાલીમ આપવામાં આવશે. યુવાનોને આ સુવિધા હરિયાણામાં દ્રષ્ટિ દ્વારા સંચાલિત રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન તરફથી મળશે. ડ્રોન ખરીદવા પર મળશે સબસિડી 📰ડ્રોન ખરીદવા માટે ડ્રોનની તાલીમ મેળવનારા યુવાનોને સરકાર સબસિડીની સુવિધા પણ આપશે. સરકાર ડ્રોનની ખરીદી પર 80 ટકા સુધીની સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. હાલ બજારમાં ડ્રોનના ભાવ અંદાજે 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેથી ડ્રોનના આ ખર્ચ પર સરકાર દ્વારા 8 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તે મૂજબ ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે માત્ર 2 લાખ રૂપિયાનો જ ખર્ચ થશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
57
2
અન્ય લેખો