યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ડ્રોનમાં મળશે 80 ટકા સબસિડી
🛸કેન્દ્ર સરકારે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધારવા અને ખેડૂતોની ડ્રોન સુધી પહોંચ સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે મહિલા સ્વયં સહાયતા જૂથોને ડ્રોન આપવાની મંજૂરી આપી છે. ખેતરોમાં ખાતર અને જંતુનાશકો છંટકાવ માટે ડ્રોન ભાડે આપવામાં આવશે. લખપતિ દીદી યોજના અંતર્ગત આગામી બે નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન મહિલા સ્વયં સહાયતા જૂથોને 14,500 ડ્રોન આપવામાં આવશે.
🛸ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ સુધીમાં, ખાતર કંપનીઓ મહિલા સ્વયં સહાયતા જૂથોને 500 ડ્રોન આપશે. આ ડ્રોનનો ઉપયોગ ખેતીના કામમાં ખાસ કરીને જંતુનાશકો અને ખાતરના છંટકાવ માટે કરવામાં આવશે. આ સમગ્ર યોજના માટે 1261 કરોડ રુપિ યાના બજેટને મંજૂરી આપી છે.
🛸આ ડ્રોન ખેડૂતોને ભાડે આપવામાં આવશે, જેનાથી મહિલા સ્વયં સહાયતા જુથોને આવક થશે. આ યોજનાનો બીજો ફાયદો એ થશે કે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધશે, જેનાથી તેમના ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે.
🛸15 હજાર મહિલા એસએચજીની પસંદગી કરવામાં આવશે અને ક્લસ્ટર લેવલ ફેડરેશન ની રચના કરવામાં આવશે. ઓછામાં ઓછા 1000 હેક્ટર જમીન પર જંતુનાશકો અને ખાતરનો છંટકાવ કરવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં ડ્રોનનું વિતરણ કરવામાં આવશે.
🛸સરકાર 80% સબસિડી આપશે
એક ડ્રોનની કિંમત 10 લાખ રૂપિયા છે અને તેમાંથી સરકાર 8 લાખ રૂપિયા આપશે. એટલે કે સરકાર 80 ટકા આપશે. બાકીની રૂ.2 લાખની લોન નેશનલ એગ્રીકલ્ચર ઇન્ફ્રા ફાઈનાન્સિંગ ફેસિલિટી પાસેથી લેશે. સરકાર આ લોનના વ્યાજ દરમાં પણ 3%ની છૂટ આપશે.
🛸મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપ વામાં આવશે
મહિલા SHG સાથે સંકળાયેલી 18 વર્ષથી ઉપરની 10મું ધોરણ પાસ મહિલાઓને ડ્રોન ઉડાવવા માટે 15 દિવસની તાલીમ આપવામાં આવશે. પાયલોટ મહિલાને 15,000 રૂપિયાનું માસિક માનદ વેતન પણ આપવામાં આવશે. તેની મદદ માટે એક કો-પાઈલટ પણ હશે, જેને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે. કેટલીક મહિલાઓને ડ્રોન રિપેરિંગ કામ માટે ટ્રેનિંગ પણ આપવામાં આવશે, જેમને દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે. ડ્રોન સપ્લાય કરતી કંપની ડ્રોન ઉડાવવાથી લઈને તેને રિપેર કરવા સુધીની ટ્રેનિંગ આપશે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર