AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડોલ બની જશે વોશિંગ મશીન, હવે નહીં મારવા પડે ધોકા !
સમાચારએગ્રોસ્ટાર
ડોલ બની જશે વોશિંગ મશીન, હવે નહીં મારવા પડે ધોકા !
📢 બજારમાં હાલ અનોખા પ્રકારનું વોશિંગ મશીન આવી ગયું છે. જે ડોલની સાઈઝનું છે. આ વોશિંગ મશીન કિંમતમાં સસ્તુ, પોર્ટેબલ અને નાનું છે. અને તેનો સરળતાથી વાપરી શકાય છે. ખુબ જ નાનું વોશિંગ મશીનઃ 📢 સેમી-ઓટોમૅટિક એક ડોલ જેટલું નાનું છે અને તે ઘરના કોઈના પણ ખૂણે રાખી શકાય છે. આ સેમી-ઓટોમટિક વોશિંગ મશીન 3 કિલોની કેપેસિટીની સાથે આવે છે. અને એકવારમાં તેમાં 5થી 6 કપડા ધોઈ શકાય છે. નજીવી કિંમત : 📢 આમાં એક ખાસ સ્પિનર એટેચમેન્ટ પણ આપવામાં આવ્યું છે જેનો તમે કપડા સુકવવા માટે ઉપયોગ કરી શકો છો. તેને સરળતાથી પ્લગ-ઈન કરવામાં ઉપયોગ કરી શકાય છે. તેમાં ઓટોમેટિક પાવર ઓફની પણ સુવિધા છે. જે વીજળી બચાવે છે. ડ્રાઈઅર બાસ્કેટની સાથે આવનારા આ વોશિંગ મશીનની કિંમત 5,999 રૂપિયા છે. ટિફિન જેટલું નાનું થઈ જશે મશીનઃ 📢 આ અનોખા વોશિંગ મશીનને તમે ઉપયોગ કર્યા બાદ ફોલ્ડ કરી શકો છો. આ એટલું અનોખું વોશિંગ મશીન છે કે, તેના ઉપયોગ બાદ તે ટિફિન જેટલું નાનું કરી શકાય છે. USB પાવર્ડ, ટોપ લોડ વાળી ઓટોમેટિક મશીન છે જે 10 મિનિટમાં કપડા ધોઈ આપે છે. આ વીજળી અને પાણી બંનેનો બચાવ કરે છે. આવું નાનું વોશિંગ મશીન ઇકોમર્સ પર ઉપલબ્ધ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
6
અન્ય લેખો