AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડેરી વ્યવસાય શરૂ કરી ખેડૂતો લાખોની કરી કમાણી !!
બિઝનેસ ફંડાTV9 ગુજરાતી
ડેરી વ્યવસાય શરૂ કરી ખેડૂતો લાખોની કરી કમાણી !!
🐄 ડેરી વ્યવસાય શરૂ કરવા માટે કુલ ખર્ચના 70% રકમ સરકાર આપશે ! ડેરી વ્યવસાય શરૂ કરી ખેડૂતો લાખોની કમાણી કરી શકે છે ➡️ કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને નવો ધંધો શરૂ કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. તેથી જ મુદ્રા યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદથી, કોઈપણ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લઈ શકે છે. આ લોન તેમને આવક મેળવ્યા પછી હપ્તામાં ચુકવી શકાય છે. આ યોજના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મદદ કરવામાં આવી છે. ➡️ ઘણા લોકો એવું માને છે કે મુદ્રા લોન માત્ર ઔદ્યોગિક એકમો કે સ્ટાર્ટ અપ માટે જ આપવામાં આવે છે, પરંતુ આ હકીકત નથી. મુદ્રા લોન સરકારની માર્ગદર્શિકા મૂજબના નવા બિઝનેસ શરૂ કરવા માટે મળી શકે છે. ➡️ આ યોજનાની મદદથી ખેડૂતો ડેરી વ્યવસાય શરૂ કરી શકે છે. દેશમાં દૂધ અને તેના ઉત્પાદનોની માગ સતત વધી રહી છે. ડેરી ઉત્પાદનોનો વ્યવસાય શરૂ કરવાથી દર મહિને 70 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. આ વ્યવસાય માટે તમારે ઘણા સંસાધનોની પણ જરૂર નથી. ઓછા બજેટમાં આ વ્યવસાય શરૂ કરી સારી કમાણી કરી શકાય છે. ➡️ પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે તૈયાર કરવામાં આવેલી પ્રોજેકટ પ્રોફાઇલમાં આપવામાં આવેલી માહિતી મુજબ ડેરીનો વ્યવસાય શરૂ કરવા માટે કુલ 16.5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આમાંથી તમારે લગભગ 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. આ વ્યવસાય માટે, તમને મુદ્રા યોજના હેઠળ 70% રકમ મળશે. તમને બેંક તરફથી મુદત લોન રૂ. 7.5 લાખ અને વર્કિંગ કેપિટલ તરીકે 4 લાખ રૂપિયા મળશે. ➡️ પોતાનો ડેરી વ્યવસાય શરૂ કરી ફ્લેવર મિલ્ક, દહીં, માખણ, ઘી વગેરે બનાવી તેનું વેચાણ કરી શકાય છે. ડેરી વ્યવસાય શરૂ કર્યા પછી, જો તમે એક વર્ષમાં લગભગ 82.50 લાખ રૂપિયાનું વેચાણ કરો છો તો તેના માટે આશરે. 74.40 લાખનો ખર્ચ કરવો પડશે અને એક વર્ષમાં તમને લગભગ 8.10 લાખનો ચોખ્ખો નફો થશે. સરકાર કેવી મદદ કરશે? તમે પોતાનો ડેરી વ્યવસાય શરૂ કરવા માટે સરકારની મદદ પણ લઈ શકો છો. પીએમ મુદ્રા લોન યોજના અંતર્ગત તમે સરકાર પાસેથી મૂડીની સહાય લઈ શકો છો. આ સિવાય તમને આ યોજના અંતર્ગત ધંધો શરૂ કરવા વિશે ઘણી પ્રકારની માહિતી પણ આપવામાં આવશે . 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
11
અન્ય લેખો