ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી, લસણની લણણી અને સંગ્રહ માટે યોગ્ય આયોજન
રવિ ડુંગળીની લણણી અને સંગ્રહ • ડુંગળીની લણણીના 10 થી 15 દિવસ પહેલાં પાણી આપવાનું બંધ કરવું જોઈએ • તેની લણણી 50% પાકની ગરદન પડ્યા પછી કરવી જોઇએ. • ડુંગળીના પાંદડા વધુ સુકાય તેના પહેલા તેને મૂળમાંથી કાઢવી જોઈએ. લણણી પછી, તેને પાંદડા સાથે ખેતરમાં સૂકવવી જોઈએ દરેક પંક્તિમાં ડુંગળી એવી રીતે રાખવી જોઇએ કે બીજી પંક્તિમાં મુકેલી ડુંગળી પ્રથમ પંક્તિની ડુંગળીને ઢાંકી દે અને પાંદડા ખુલ્લા રહે. • ત્રણ દિવસ પછી ડુંગળીના સૂકા પાંદડાઓ 2 થી 2.5 સેમી છોડીને કંદથી કાપી નાખવા જોઈએ, તે ડુંગળીમાં જીવાણુઓના સરળ પ્રવેશને અટકાવે છે. • નીચે અને બાજુઓથી હવાની સારી અવરજવર વાળી જગ્યા પર ડુંગળીનો સંગ્રહ કરવો જોઈએ. ડુંગળીના બીજ ઉત્પાદનમાં લણણી અને સંગ્રહ • જ્યારે ફૂલ લણણી માટે તૈયાર હોય ત્યારે ઉપરનો ભાગ કથ્થઈ થવાનું શરૂ થાય છે. બીજનું ઉપલુ પડ ફાટી જાય છે અને કાળાશ પડતા બીજ દેખાય છે. જ્યારે ફૂલ ઉપરના બીજ કાળા પડી જાય છે, ત્યારે તેમની લણણી કરવી જોઈએ. • બધા ફૂલ ઉપરના બીજ એક જ સમયે પરિપકવ નથી થતા. તે પરિપક્વ થાય પછી તેમની લણણી થવી જોઈએ. સામાન્ય રીતે, ફૂલના ઉપરના ભાગની લણણી 3 થી 4 વાર થવી જોઈએ. • ફૂલના ઉપરની લણણી કર્યા પછી, તેમને તાડપત્રી પર ફેલાવવું જોઈએ અને તડકામાં 5 થી 6 દિવસ સુધી સૂકવવું જોઈએ. સૂકા ફૂલોને ઉપરની બાજુ પર લાકડીથી ધીમે ધીમે મારવું જોઈએ અને તેને ઝાટકીને સાફ કરવું જોઈએ. સારી ગુણવત્તાવાળા બીજને ભેગા કરીને તડકામાં સૂકવવા જોઇએ. ભેજનું પ્રમાણ 6% થી વધુ ન હોવું જોઈએ.
લસણ પાકની લણણી અને સંગ્રહ • જ્યારે 50% પાંદડા સુકાય ત્યારે લસણની લણણી થવી જોઈએ. • લસણની લણણી કંદ સાથે થવી જોઈએ. • લસણને કંદ સાથે ખેતરમાં 2 થી 3 દિવસ સુધી સૂકવવું જોઈએ. તેથી સંગ્રહણ ક્ષમતા વધે છે. • લસણની નાના પાવડા અથવા દાતરડના ઉપયોગથી લણણી કરવી જોઈએ અને તેને જુદા પાડવા જોઈએ. • જ્યારે લસણના પાંદડા ભીના હોય ત્યારે, ઝૂડી બનાવવા માટે 20 થી 25 સમાન કદના કંદને એકસાથે બાંધવા જોઈએ. આ ઝૂડી વૃક્ષ હેઠળ 15 દિવસ સુધી સૂકવવી જોઈએ અને પછી સ્ટોરેજ રૂમમાં સંગ્રહિત કરવા જોઈએ. ડૉ. શૈલેન્દ્ર ગાડગે (ડુંગળી અને લસણ સંશોધન નિયામકની કચેરી, રાજગુરુ નગર જીલ્લો.પુણે ), એગ્રોસ્ટાર એગ્રોનોમી એક્સેલન્સ સેન્ટર, 5 ડિસેમ્બર 17
35
2
સંબંધિત લેખ