AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી, બટાટા અને ખાદ્યતેલોના ભાવમાં થયો વધારો
કૃષિ વાર્તાપ્રભાત
ડુંગળી, બટાટા અને ખાદ્યતેલોના ભાવમાં થયો વધારો
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં બટાટા ની સાથે ડુંગળી, ખાદ્યતેલો અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે, આઝાદપુર જથ્થાબંધ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે ઉત્તર પ્રદેશ, પંજાબમાં થયેલ વરસાદનું આ પરિણામ છે જેથી શાકભાજીના પુરવઠાને અસર કરી હતી.
છેલ્લા એક અઠવાડિયામાં વરસાદને કારણે ટામેટાં, બટાટા અને અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે કોબી, ગવાર, ગાજર વગેરેના ભાવમાં પણ વધારો થયો છે. વરસાદને કારણે ખેડુતોને ખેતરોમાંથી શાકભાજીનો પાક કાઢી તેને બજારમાં મોકલવાનું મુશ્કેલ છે. આને કારણે દિલ્હી અને આજુબાજુના નાગરિકોએ નિયમિત દરે લગભગ બમણા ભાવે શાકભાજી ખરીદવી પડે છે. જો વરસાદ ન પડે તો પરિસ્થિતિમાં સુધારો થવામાં બે અઠવાડિયા લાગી શકે છે. સંદર્ભ- પ્રભાત 18 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
110
0