AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી પાકમાં નીદામણ નિયત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંગળી પાકમાં નીદામણ નિયત્રણ
👉ડુંગળીના પાકમાં નિદામણનું નિયંત્રણ એક મોટો પડકાર છે, ખાસ કરીને ડુંગળીના ધરુંવાડિયા અથવા ફેરરોપણી બાદ. સાંકડા પાનવાળા નીદામણ જેમ કે ધરો, બંટ, આરોતારો, ખારીયું, કાગડિયું અને ચોખલીયું અને પહોળા પાનવાળા નીદામણ જેવા કે કાંસકી, દારૂડી, ચીલ અને ખાખીવીડ જેવા નિદામણો પાકને અસર કરતા હોય છે. 👉પાકની અવસ્થાએ આધારિત ઉપાય: 1. ડુંગળીના ધરુંવાડિયા બાદ: - સાંકડા પાનવાળા નિદામણ માટે: ક્વિઝ માસ્ટર (ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી) 25-30 મિલી/પંપ. - પહોળા પાનવાળા નિદામણ માટે: ઓક્સિવીઆ (ઓક્સીફ્લુરોફેન 23.5% ઇસી) 8 મિલી/પંપ. 2. ફેરરોપણી બાદ: - સાંકડા પાનવાળા નિદામણ માટે: ક્વિઝ માસ્ટર 30-40 મિલી/પંપ. - પહોળા પાનવાળા નિદામણ માટે: ઓક્સિવીઆ 10 મિલી/પંપ. 👉મહત્વપૂર્ણ સૂચનાઓ: - દવાના છંટકાવ માટે જમીનમાં ભેજ હોવી જોઈએ. - નિદામણ 2-4 પાનની અવસ્થામાં હોવું જોઈએ. 👉આ પદ્ધતિના અનુસરણથી ડુંગળીના પાકમાં નિદામણનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે, અને પાકની વૃદ્ધિ સુધરીને ઉત્પાદન વધારે છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
12
1
અન્ય લેખો