ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી ના બીજ ઉત્પાદન માટે !
👉 લોથાની કાપણી ૧૦૦ % લોથામાં કાળા ડુંગળીના બીજ દેખાય ત્યારે કરવી.
👉 પરિપક્વ બીજના લોથા વાઢી બાકીના લોથા જેમ જેમ પરિપક્વ થાય તેમ તેમ વાઢતાં રહેવું.
👉 પાકેલા લોથા વાઢી લીધા પછી ખળામાં ૧૫ થી ૨૦ સેન્ટીમીટરના થર બનાવી સુકાવવા.
👉 સુકવણી દરમ્યાન લોથાને બે ત્રણ વાર ઉપર નીચે ફેરવતાં રહેવું.
👉 જેથી બીજ ઉપરના ભાગમાં એકદમ ગરમ ન થાય અને નીચેના ભાગમાં ફૂગ લાગે નહીં તેમજ બીજ એકસરખા ઝડપથી સુકાઈ જાય.
👉 વજનદાર સારા બીજને સિમેન્ટના ખળા કે કોથળા ઉપર તાત્કાલિક સુકવી દેવા.
👉 સુકવણી દરમ્યાન બીજને ફેરવતાં રહેવું અને બીજ બરાબર સુકાઈ જાય ત્યારે એકઠા કરી લેવાં.
👉 બીજને ૭ % ભેજ રહે તે રીતે સુકવણી કરવી કે જેથી સંગ્રહ દરમ્યાન બીજમાં ઉગવાની શક્તિ અને જુસ્સો જળવાઈ રહે .
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.