AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી ના બીજ ઉત્પાદન માટે !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી ના બીજ ઉત્પાદન માટે !
👉 લોથાની કાપણી ૧૦૦ % લોથામાં કાળા ડુંગળીના બીજ દેખાય ત્યારે કરવી. 👉 પરિપક્વ બીજના લોથા વાઢી બાકીના લોથા જેમ જેમ પરિપક્વ થાય તેમ તેમ વાઢતાં રહેવું. 👉 પાકેલા લોથા વાઢી લીધા પછી ખળામાં ૧૫ થી ૨૦ સેન્ટીમીટરના થર બનાવી સુકાવવા. 👉 સુકવણી દરમ્યાન લોથાને બે ત્રણ વાર ઉપર નીચે ફેરવતાં રહેવું. 👉 જેથી બીજ ઉપરના ભાગમાં એકદમ ગરમ ન થાય અને નીચેના ભાગમાં ફૂગ લાગે નહીં તેમજ બીજ એકસરખા ઝડપથી સુકાઈ જાય. 👉 વજનદાર સારા બીજને સિમેન્ટના ખળા કે કોથળા ઉપર તાત્કાલિક સુકવી દેવા. 👉 સુકવણી દરમ્યાન બીજને ફેરવતાં રહેવું અને બીજ બરાબર સુકાઈ જાય ત્યારે એકઠા કરી લેવાં. 👉 બીજને ૭ % ભેજ રહે તે રીતે સુકવણી કરવી કે જેથી સંગ્રહ દરમ્યાન બીજમાં ઉગવાની શક્તિ અને જુસ્સો જળવાઈ રહે . 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
6