AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી ના પાકમાં નિંદામણ નું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંગળી ના પાકમાં નિંદામણ નું નિયંત્રણ
🧅ડુંગળીના પાકમાં નિંદામણનું નિયંત્રણ કરવું ખુબ જ જટિલ પ્રશ્ન છે. જે ખેડૂતમિત્ર એ હાલમાં ડુંગળીનું ધરુંવાડિયું કરેલ હોય અને સાંકડા પાનવાળા નિંદામણ જેવા કે ધરો, બંટ, આરોતારો, ખારીયું, કાગડિયું, સામો, ચોખલીયુ વગેરે જેવા નિંદામણના નિયંત્રણ કરવા માટે ક્વિઝ માસ્ટર (ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી) 25-30 મિલી/પંપ (15 લીટર પાણી) તથા પહોળા પાનવાળા નિંદામણ જેવા કે કાંસકી, દારૂડી, ચીલ, ખાખીવીડ વગેરે જેવા નિંદામણના નિયંત્રણ માટે ઓક્સિવીઆ (ઓક્સીફ્લુરોફેન 23.5 % ઇસી ) 8 મિલી/પંપ (15 લીટર પાણી) પ્રમાણે છંટકાવ કરી શકો છો. 🧅જે ખેડૂતમિત્ર એ હાલમાં ફેરરોપણી કરેલ હોય તેવા ખેડૂતમિત્રએ સાંકડા પાનવાળા નિંદામણના નિયંત્રણ માટે ક્વિઝ માસ્ટર (ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી) 30 મિલી / પંપ (15 લીટર પાણી) તથા પહોળા પાનવાળા નિંદામણના નિયંત્રણ માટે ઓક્સિવીઆ (ઓક્સીફ્લુરોફેન 23.5 % ઇસી ) 10 મિલી/પંપ (15 લીટર પાણી) પ્રમાણે છંટકાવ કરી શકો છો. 🧅ઉપરોક્ત દવાના અસરકારક પરિણામ માટે દવાના છંટકાવ સમય જમીનમાં ભેજ હોવો જરૂરી છે તથા નિંદામણ 2 થી 4 પાનનું હોવું જરૂરી છે. નિંદામણની દવા નો છંટકાવ કરો ત્યારે હંમેશા ફેલ્ટ ફેન નોઝલ નો ઉપયોગ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
18
2