સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી અને લસણમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન
ડુંગળી અને લસણમાં વધુ ઉત્પાદન લેવા માટે નુકશાનકારક રોગ અને જીવાતોનું નિયંત્રણ જરૂરી છે. આર્થિક દૃષ્ટિ એ કેટલાક મુખ્ય હાનિકારક જીવાતો અને રોગો છે, જે પાકને અતિશય નુકસાન પહોંચાડે છે._x000D_ મુખ્ય જીવાતો:_x000D_ થ્રિપ્સ: આ નાના અને પીળા રંગની જીવાતો હોય છે જે પાનનો રસ ચૂસે છે. જેના કારણે પાન બરડ દેખાવા લાગે છે. તેના પ્રકોપ ના કારણે પાનની ટોચ ભૂરા રંગ ની થઇ સુકાય જાય છે._x000D_ _x000D_ વ્યવસ્થાપન: આ જીવાતના નિયંત્રણ માટે ફિપ્રોનીલ 5% એસસી @400 મિલી પ્રતિ એકર 200 લીટર પાણીમાં દ્રાવણ બનાવીને 15 દિવસના અંતરે છંટકાવ કરવો._x000D_ _x000D_ મુંડા (ડોળ):_x000D_ વ્યવસ્થાપન:_x000D_ • ખેતરમાં કાચું છાણીયું ખાતર વાપરશો નહીં._x000D_ • મુંડાના નિયંત્રણ માટે, ક્લોરોપાયરીફોસ 20% ઇસી 500 મિલી પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને એક એકરમાં એ પ્રકારે છંટકાવ કરવો કે દવા 3-4 ઇંચ નીચે પહોંચી શકે. _x000D_ • કાર્બોફ્યુરાન 3% સીજી 13 કિલો પ્રતિ એકર મુજબ પૂંખીને પિયત આપો._x000D_ મુખ્ય રોગો:_x000D_ જાંબલી ધબ્બા નો રોગ :_x000D_ આ રોગને લીધે પાન ઉપર ત્રાક આકારના લાંબા રાખોડી રંગના મધ્યમ કાળાશ પડતાં ડાઘા પડે છે અને આવા ડાઘાનો આજુબાજુનો ભાગ જાંબલી રાખોડી થઈ જાય છે. પુષ્પદંડ ડાઘો પાસેથી જમીન તરફ નમી પડે છે._x000D_ વ્યવસ્થાપન:_x000D_ મેન્કોઝેબ 64% + મેટાલેક્સિલ 4% દ્રાવ્ય પાવડર 400 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવો._x000D_ સુકારો :_x000D_ વ્યવસ્થાપન:_x000D_ મેન્કોઝેબ 75% ડબલ્યુ પી 500 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણી મુજબ 10થી 15 દિવસના અંતરે બે વાર છંટકાવ કરવો._x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
637
0
સંબંધિત લેખ