કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ડુંગળી અને બટાટાના ભાવોમાં 15% નો ઘટાડો થવાની સંભાવના
નવી દિલ્હી: નવો પાક આવવાને લીધે એક મહિનામાં ડુંગળી, ટામેટા અને બટાટાના ભાવમાં 10 થી 15 ટકાનો ઘટાડો આવશે. લાસલગાંવ માં જથ્થાબંધ ડુંગળીની કિંમત 1750 ક્વિન્ટલ છે. એપ્રિલમાં 900 થી લઈને 1400 રૂપિયા સુધી નો ઘટાડો આવી શકે છે. એગ્રી બિઝનેસ રિસર્ચ એન્ડ ઇન્ફર્મેશન ફર્મ એગ્રીવૉચેચના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ભાસ્કર નટરાજને જણાવ્યું હતું કે તેનાથી રિટેલ કિંમતોમાં પણ ઘટાડો આવશે._x000D_
_x000D_
ગયા મહિને દિલ્હીની આઝાદપુર મંડીમાં ડુંગળીના ભાવમાં 16 ટકાનો ઘટાડો થયો હતો. ટામેટાના ભાવમાં પણ 30 ટકાનો ઘટાડો થયો છે. બજારમાં નવી પેદાશોના આગમનને કારણે બટાટાના ભાવ હાલના દર કરતા લગભગ 15 ટકા ઓછો રહેવાની ધારણા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બજારોમાં નવી પેદાશ આવી રહી છે. આથી ડુંગળી, બટાકા, ટામેટાના દરમાં ઘટાડો થઇ શકે છે._x000D_
_x000D_
સંદર્ભ - કૃષિ જાગરણ, 12 માર્ચ 2020_x000D_
આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
_x000D_