AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી અને બટાકાની સાથે ટામેટાંનું ઉત્પાદન વધશે
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ડુંગળી અને બટાકાની સાથે ટામેટાંનું ઉત્પાદન વધશે
સીઝન 2019-20માં ડુંગળી, બટાટા તેમજ ટામેટા ઉત્પાદનનો અનુમાન વધારે છે. કૃષિ મંત્રાલયના પ્રથમ પ્રાથમિક અંદાજ મુજબ બાગાયતી પાકનું ઉત્પાદન 0.84 ટકા વધીને રેકોર્ડ 31.33 મિલિયન ટન થવાનો અંદાજ છે. ખેડુતો પરંપરાગત પાકની સરખામણીએ બાગાયતી પાકની વાવણીને પસંદ કરે છે, તેથી જ દર વર્ષે બાગાયતી પાકની વાવણી વધી રહી છે. મંત્રાલય મુજબ બાગાયતી પાકની વાવણી પાક સીઝન 2019-20 દરમ્યાન વાવણી 256.1 લાખ હેક્ટરમાં થઈ છે, જે પાછલા વર્ષના 254.3 લાખ હેક્ટર કરતા વધારે છે. બાગાયતી પાકનું ઉત્પાદન અનાજના ઉત્પાદન કરતા વધારે છે.
અગાઉના પ્રારંભિક અંદાજ મુજબ, સીઝન 2019-20માં ડુંગળીનું ઉત્પાદન 7.17 ટકા વધીને 244.5 લાખ ટન થવાનો અંદાજ છે, જ્યારે ગયા વર્ષના 228.2 લાખ ટન ઉત્પાદન થયું હતું. બટાટાનું ઉત્પાદન 3.49 ટકા વધીને 519.4 લાખ ટન થવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન ટામેટાંનું ઉત્પાદન 1.68 ટકા વધીને 193.3 લાખ ટન થવાની ધારણા છે, જ્યારે ગયા વર્ષે તેનું ઉત્પાદન 190.1 લાખ ટન થયું હતું. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 27 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
64
0