એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળીમાં કેલ્શિયમની ઉણપ અને થ્રીપ્સ ના નુકસાન કેવી રીતે જુદા પાડશો?
▪️ ડૂંગળીનો પાક ખેડૂતો શિયાળુ કે ચોમાસા દરમ્યાન લેતા હોય છે. ▪️ કેલ્શીયમ તત્વની ઉણપથી છોડ ઉપર જે ચિન્હો દેખાય છે તેને ભળતા ચિન્હો થ્રિપ્સથી થતા નુકસાનને મળતા આવે છે. ▪️ આપણે કેટલીકવાર કારણ જાણવામાં થાપ ખાઇ જઇએ છીએ. ▪️ જો ખેતરમાં કેલ્શીયમ તત્વની ખામી હોય તો છોડના પાન એકદમ ટૂંકા અને સાંકડા થઇ જાય, પાન પીળા પડ્યા વિના સફેદ થઇ ટોચથી સુકાવા લાગે છે. ▪️ જ્યારે થ્રિપ્સના નુકસાનથી પાન ઉપર સફેદ ચાંદી જેવા ધબ્બા કે સફેદ લીટીઓ પાન ઉપર જોવા મળે અને તે પણ ટોચથી સુકાવા લાગે. ▪️ આમ, આ રીતે શાનાથી નુકસાન થયું છે તે જાણ્યા પછી જે તેના ઉપાય કરવાથી સચોટ પરિણામ મળી શકે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
7
અન્ય લેખો