AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીનો જાંબલી ધાભાનો રોગ કરી શકે છે પાક નિષ્ફળ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંગળીનો જાંબલી ધાભાનો રોગ કરી શકે છે પાક નિષ્ફળ !
🧅આ પાકમાં કહોવારો, પાનાનો સુકારો, એન્થ્રેક્નોઝ, ભૂકી છારો, કાંદાનો સડો, ડુંગળીનાં દડાની કાળી ફૂગ અને જાંબલી ધાબાનો રોગ આવતો હોય છે. જેમાં જાંબલી ધાબાનો રોગ મુખ્ય ગણાય કે જે ડુંગળી પકવતા બધા જ વિસ્તારમાં જોવા મળતો હોય છે. આ રોગથી ૩૦ થી ૫૦ ટકા જેટલું નુકસાન થતું હોય છે. 🧅રોગના ચિન્હો કેવા હોય? પાન પર ત્રાક આકારના લાંબા રાખોડી રંગનાં કાળાશ પડતા ડાઘા પડે અને તેની આજુબાજુનો ભાગ જાંબલી રાખોડી જેવી થઇ જાય. વધારે ઉપદ્રવથી છોડ ઢળી પડતો હોય છે. બીજ ઉત્પાદન માટે કરેલ ડુંગળીનાં પુષ્પદંડ ડાઘાને લીધે જમીન તરફ ઢળી પડતા હોવાથી આર્થિક નુકસાન થતું હોય છે. ડુંગળીનાં કંદ પર પણ અસર થતા ઉપરનો ભાગ દાઝી ગયો હોય તેવો દેખાય છે અને કંદ નાનું જ રહે. આ રોગની સાથે સ્ટેમફાઈ નામની ફૂગનું આક્રમણ સાથે જોવા મળે છે. 🧅રોગને કેવું વાતાવરણ વધુ માફક આવે? ગરમ (૨૧ થી ૩૦ ડિગ્રી. સે.) અને ભેજવાળું વાતાવરણ (૮૦ થી ૯૦ ટકા- હવામાં રહેલ ભેજ) વધારે અનુકૂળ આવે છે. કમોસમી વરસાદ આ રોગની તીવ્રતા વધારે છે. થ્રીપ્સ જીવાત આ રોગનો ફેલાવો પણ કરતી હોય છે. સાથે સાથે પવનની ગતિ વધારે રહે તો તે પણ રોગને ફેલાવામાં મદદ કરે છે. 🧅રોગને કેવી રીતે અટકાવવો?  હરોળમાં રોપેલ ડુંગળીમાં આ રોગની માત્ર ઓછી રહેતી હોય છે.  નિંદામણમુક્ત ખેતર રાખવાથી પવનની આવન-જાવન છૂટથી થતી હોવાથી હવામાંનો ભેજ ઓછો રહેતા રોગ ફેલાતો અટકતો હોય છે.  ભલામણ મુજબ જ રાસાયણિક ખતરો આપવા, ખાસ કરીને નાઈટ્રોજનયુક્ત ખાતરો.  પિયત જરૂર પ્રમાણે આપવું. વધુ પિયતથી ભેજનું પ્રમાણ વધવાથી રોગ ઝડપથી ફેલાતો હોય છે. શક્ય હોય ત્યાં સુઘી ડ્રીપથી પિયત આપવું.  પાક પતિ ગયા પછી પાકના અવશેષોનો નાશ કરવો.  શક્ય બને તો આજ ખેતરમાં ફરીની સિઝનમાં ડુંગળી સિવાયનો પાક લેવો.  ડુંગળીનું ધરૂવાડિયું જો બીજને થાયારમ દવાનો પટ આપીને કર્યો હોય તો રોગ મહદઅંશે કાબૂમાં રહેતો હોય છે.  પાકમાં થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો પ્રથમ તેને અટકાવવી.  આ રોગના નિયત્રણ માટે એજૉકક્ષીસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી દવા ૧૦ મિલી અથવા બોસ્કાલીડ ૨૫.૨% + પાયરાકલોસ્ટ્રોબીન ૧૨.૮% ડબલ્યુજી દાણાદાર ફૂગનાશક દવા ૧૦ ગ્રામ અથવા ટેબુકોનાઝોલ ૨૫.૯ એસી ૧૨ મિલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  પાકની ફેરરોપણી પછી પ્રથમ છંટકાવ ૨૫ દિવસે અને બીજા બે છંટકાવ ૨૦-૨૦ દિવસના ગાળે કરવા.  ડુંગળીની કાપણી અને છેલ્લા છંટકાવ વચ્ચે ૨૦ થી ૨૫ દિવસનો ગાળો રહે તે પ્રમાણે આયોજન કરવું (દવાના અવશેષોને ધ્યાને લેતા). સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
6
0