AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો આટલું વાંચો !
સ્માર્ટ ખેતીધ બેટર ઇન્ડિયા
ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો આટલું વાંચો !
હરિયાણાના ભિવાનીમાં ઢાણી માહુના રહેવાસી, સુમેર સિંઘ એક પ્રગતિશીલ ખેડૂત છે. છેલ્લાં છ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહેલા સુમેર સિંઘ સારું ખાઈ રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ બીજા ખેડૂતોને પ્રેરણા પણ આપી રહ્યા છે. દરેક વખતે પોતાના ખેતરોમાં નવા-નવા પ્રયોગ કરનારા સુમેર સિંહ પોતાને ‘બાવલા જાટ’ કહે છે. 🧅 સુમેરસિંહે 1999થી ખેતી શરૂ કરી હતી. અન્ય ખેડૂતોની જેમ સુમેરસિંહે અગાઉ પણ ખેતરોમાં રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું, “મેં દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પહેલાં, જ્યારે અમે કપાસની ખેતી કરતા હતા, ત્યારે દવાઓનો ખેતરોમાં છંટકાવ કરવો પડતો હતો. દવાને લીધે ખેતરને તો નુકસાન થતુ જ હતી, પરંતુ અમને પણ મુશ્કેલી પડતી હતી. પાછળથી મને જૈવિક ખેતી કરતા કેટલાક ખેડૂતોનું માર્ગદર્શન અને ટેકો મળ્યો. આપણા વિસ્તારની જમીન ખૂબ સારી નથી અને પાણીની સમસ્યા પણ રહે છે. પરંતુ તેમ છતા મે સજીવ ખેતીની શરૂઆત કરી.” 🧅 સજીવ રીતે ડુંગળીની ખેતી કેવી રીતે કરવી: તેમણે પહેલા ડુંગળીની ખેતી માટે તેની એક એકર જમીન પર બેડ તૈયાર કર્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં ડુંગળીનું વાવેતર થયું હતું. વાવણી પછી ચાર-પાંચ દિવસ પછી, તેણે મલ્ચિંગ કર્યુ. પરંતુ મલ્ચિંગ માટે તેમણે એક અલગ રીત અપનાવી. “સામાન્ય રીતે લોકો મલ્ચિંગ માટે પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરે છે. પરંતુ મે કુદરતી રીત અપનાવી. મેં આ માટે પરાલી ખરીદી અને તેને નાના નાના ટુકડાઓમાં કાપી. આ ટુકડાઓથી, મેં ડુંગળીનું મલ્ચિંગ કર્યુ.” 🧅 ડુંગળી સ્ટોર કરવાની અનોખી રીત: ડુંગળી સ્ટોર કરવાની સુમેર સિંઘ એક અનોખી અને અફોર્ડેબલ રીત કાઢી છે. તેમણે ખેતરમાં બનેલાં શેડમાં ડુંગળીને કેળાની જેમ કપડાના દોરડાથી બાંધીને લટકાવી દીધી છે. તેઓ કહે છે કે,“જ્યારે ડુંગળીને કોથળામાં ભરીને રાખવામાં આવે છે, ત્યારે ઘણી ડુંગળીઓ નીચે દબાવા અને ગરમીને કારણે બગડી જાય છે. જો એક ડુંગળી પણ કોથળીમાં બગડે છે, તો અન્ય ડુંગળી પણ બગડે છે. પરંતુ અમે જે પદ્ધતિ અપનાવી છે, તેમાં ડુંગળી બગડવાની શક્યતા નહિવત છે. જો ડુંગળી ખરાબ થઈ જાય તો પણ તમે તમને ખબર પડી જશે અને તમે તેને આરામથી બહાર કાઢી શકશો.” 🧅 પ્રથમ ડુંગળી લણ્યા પછી કેટલીક ડુંગળીને સાથે બાંધી અને પછી તેને શેડમાં દોરડા વડે લટકાવી દીધી. તે કહે છે, “તમારે તેને એવી રીતે જ લટકાવાની છે, જેવી રીતે દુકાનદાર કેળાને દુકાનમાં લટકાવે છે. આનાથી તે હવામાં રહેશે અને ઘણા મહિનાઓ સુધી સુરક્ષિત રહેશે.” જો કે, આ વખતે તેણે પ્રયોગ તરીકે થોડા ક્વિન્ટલ ડુંગળી લટકાવી દીધી છે જેથી તે જોઈ શકે કે શું આ રીતે ડુંગળીને વર્ષ-દોઢ વર્ષ સુધી સાચવી શકાય કે નહીં?.” 🧅 પંજાબના જૈવિક ખેડૂત અમૃત પાલ ધારીવાલ કહે છે, જે રીતે ડુંગળીનો સંગ્રહ કર્યો છે, તેમાં ડુંગળી ત્રણ-ચાર મહિનાથી વધુ સમય સુધી સાચવી શકાય છે. પછી જેમ-જેમ ડુંગળી સૂકવવા લાગે, તમે તેની બહારની છાલ દૂર કરો અને પછી તેને લટકાવી દો. આ રીતે તમે તેને આખા વર્ષ દરમિયાન પણ રાખી શકો છો. સારી વાત એ છે કે તેઓએ તેમાં કોઈ રસાયણોનો ઉપયોગ કર્યો નથી.” 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ધ બેટર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
3
અન્ય લેખો