AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
સમાચારએગ્રોસ્ટાર
ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
🧅ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, ગત 2023 ના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે હવે હટાવી લેવામાં આવ્યો છે. 🧅ગત વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી. ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે, લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી. ડુંગળીના ભાવ આસમાને ગયા હતા. જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા. આ બાદ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા ન હતા. 🧅ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. મહત્વનું છે કે ડુંગળીનું ઉત્પાદન વધવા છતાં પણ ખેડૂતોને કોઈપણ જાતનો ફાયદો થતો નહતો... કેમ કે કેન્દ્ર સરકારને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો... જોકે હવે તેના પરથી પ્રતિબંધ હટાવી લેતાં હવે ખેડૂતોને વૈશ્વિક બજારોમાં ડુંગળીનો સારો ભાવ મળશે... અને ખેડૂતો માલામાલ થઈ જશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!
15
1
અન્ય લેખો