AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ
કૃષિ વાર્તાપુઢારી
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ
નવી દિલ્હી - દેશભરમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે. ડુંગળી 60 થી 80 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશી વેપાર મહાનિર્દેશક (ડીજીએફટી) એ વાણિજ્ય મંત્રાલય હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેણે તાત્કાલિક અસરથી તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
આયાત અને નિકાસ 'ડીજીએફટી' ના અધિકાર ક્ષેત્રમાં છે. આ પહેલા 13 સપ્ટેમ્બરના રોજ ડીજીએફટીએ ડુંગળીની નિકાસને કાબૂમાં લેવા લઘુતમ નિકાસ ભાવ 850 ડોલર પ્રતિ ટન નક્કી કર્યો હતો. જેનો હેતુ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ ઘટાડવાનો હતો. સંદર્ભ: પુઢારી 30 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
417
1
અન્ય લેખો