AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીની આવક વધી, જથ્થાબંધ ભાવ રૂ.40 થી નીચે
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ડુંગળીની આવક વધી, જથ્થાબંધ ભાવ રૂ.40 થી નીચે
મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ડુંગળીની આવક વધવા લાગી છે, જેના કારણે ડુંગળીના જથ્થાબંધ ભાવ રૂ.15 થી 40 પ્રતિ કિલો આવી ગયો છે. જો કે, દેશના ઘણા ભાગોમાં છૂટક ભાવ હજુ પણ પ્રતિ કિલો રૂ.70-90 ચાલી રહ્યો છે. ચાલુ મહિનાના અંત સુધીમાં આવક વધુ વધશે જેના પગલે જથ્થાબંધ ભાવોમાં પ્રતિ કિલો રૂ. 10-15નો ઘટાડો થવાનું અનુમાન છે. ડુંગળી વેપારી મંડળના પ્રમુખ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ડુંગળીના પાછતરી આવકના કારણે ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા દસ દિવસમાં તેના જથ્થાબંધ ભાવોમાં પ્રતિ કિલો રૂ .20 થી વધુનો ઘટાડો થઇ ચુક્યો છે.
કેન્દ્રીય ખાદ્ય અને પુરવઠા મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે સરકારે અત્યાર સુધીમાં 18 હજાર ટન ડુંગળીની આયાત કરી છે, પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ અત્યાર સુધીમાં ફક્ત 2 હજાર ટન ડુંગળીનું વેચાઇ થઇ શક્યું છે. તેમણે કહ્યું કે લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર હવે માત્ર 22 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી વેચી રહી છે._x000D_ _x000D_ સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 14 જાન્યુઆરી 2020_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
84
0