AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીના પાકમાં થ્રીપ્સનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંગળીના પાકમાં થ્રીપ્સનું નિયંત્રણ
🧅હાલમાં ડુંગળીના પાકમા થ્રીપ્સની નુકસાનની જણાતી હોય છે. વાતાવરણમાં ગરમી વધતાં આ જીવાતનો ઉપદ્રવ પણ વધે છે. પાકમાં નિયમિત સમયાંતરે પિયત આપતા રહેવું. બે પિયત વચ્ચે લાંબો ગાળો રહે તો જીવાતનો ઉપદ્રવ વધવાની શકયતા વધે છે. થ્રીપ્સ ડુંગળીના પાનની અંદરની બાજુ રહી કુણા પાન પર ઘસરકા પાડીને રસ ચૂસી નુકસાન કરે છે. પાન ઉપર સફેદ કલરના લીસોટા જોવા મળે અને પાન સુકાતા જાય છે. 🧅જેના નિયંત્રણ માટે ફિપ્રોનીલ 80 % ડબલ્યુજી ઘટક ધરાવતી એગ્રોનીલ 80 દવાનો 3 ગ્રામ/પંપ (15 લીટર પાણી ) અથવા ટોલ્ફેનપાયરાડ 15% ઇસી ઘટક ધરાવતી ઝેનિથ દવા ને 40 મિલી/પંપ (15 લીટર પાણી) અને છોડ ના સારા વિકાસ માટે સ્ટેલર દવા ને 25 મિલી/પંપ (15 લીટર પાણી) બંને ને મિક્ષ કરી ને છંટકાવ કરવો.જેથી થ્રીપ્સ નું સચોટ નિયંત્રણ કરી શકીએ. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
1
અન્ય લેખો