ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નું સચોટ નિયંત્રણ!
🍆રીંગણમાં આવતી જીવાતોમાં આ ઇયળ મુખ્ય ગણાય છે જેનાથી અંદાજિત 30-40 ટકા જેટલું નુકસાન થતુ હોય છે.
🍆જીવન ચક્ર:
👉🏻ઇંડા:
માદા ફૂંદી 80-120 જેટલા આછા-સફેદ રંગના ઇંડા પાનની નીચે અને ફૂલો ઉપર મુકે છે અને જેની અવસ્થા 3-5 દિવસની હોય છે.
👉🏻ઇયળ:
ઇંડામાંથી નીકળતી નાની ઇયળ આછા સફેદ રંગની હોય છે અને મોટી થતા આછી ગુલાબી રંગની હોય છે. ઇયળ અવસ્થા 9-28 દિવસની હોય છે.
👉🏻કોશેટા:
મોટી પુખ્ત ઇયળ ફળ કે ડૂંખમાંથી બહાર આવી જમીન ઉપર ખરી પડેલ પાંદડાં ઉપર કોશેટા અવસ્થા
ધારણ કરે છે જે 6-17 દિવસની હોય છે. પુખ્ત: કોશેટામાંથી નીકળતા ફૂંદા સફેદ રંગના અને શરીર ઉપર ભુખરા-કાળા ડાઘા જોવા મળે છે. આ અવસ્થા 7-10 દિવસની હોય છે.
🍆નુકસાનના ચિન્હો:
ઇંડામાંથી નીકળતી ઇયળો શરૂઆતમાં છોડ નાનો હોય ત્યારે ડૂંખમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે જેથી ડૂંખો ચીમળાઇ જાય છે.
જયારે ફળ બેસે ત્યારે નાની ઇયળો વજ્રમાં દાખલ થઇને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને કાણાંમાંથી તેની હગાર બહાર નીકળે છે. જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી.
ઇયળનો વિકાસ પૂર્ણ થતા ફળમાં કાણું પાડી કોશેટામાં જવા માટે બહાર નીકળી આવે છે જેથી ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે.
🍆નિયંત્રણ :
નુકસાન પામેલ રીંગણ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઉંડો ખાડો કરી દાટી દેવી.
ફેરોમોન ટ્રેપ પ્રતિ એકરે 12-16 ની સંખ્યામાં મુકવા અને 60 દિવસ પચ્ચી લ્યુરને બદલવા.
ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો.
ઇયળ અવસ્થામાં ટ્રેથેલા ફ્લેવુરબીટાલીસ નામની ભમરી દ્વારા 55 ટકા જેટલું પરજીવીકરણ થતું હોય છે.
ગૌ-મૂત્ર 20 ટકાની સાંદ્રતા સાથે લીમડા, સીતાફળ, રતનજ્યોત કે ગંધાતીના પાનમાંથી તૈયાર કરેલ 10% અર્ક મિશ્ર કરી છંટકાવ કરવો.
વધુ ઉપદ્રવ જણાય ત્યારે કોપીગો ( ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 9.3% + લેમ્બડા-સાયલોથ્રીન 4.6% ZC) 8 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!