AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનું  નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનું નિયંત્રણ
🌱હાલના વાતાવરણ પ્રમાણે રીંગણના પાકમાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળની સમસ્યા વધારે જોવા મળતી હોય છે અને વધારે નુકશાન પણ કરતી હોય છે તો ચાલો જાણીએ આ ઈયળ નું સચોટ નિયંત્રણ. 🍆ઇંડામાંથી નીકળતી ઇયળો શરૂઆતમાં છોડ નાનો હોય ત્યારે ડૂંખમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે જેથી ડૂંખો ચીમળાઇ જાય છે.જયારે ફળ બેસે ત્યારે નાની ઇયળો વજ્રમાં દાખલ થઇને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને કાણાંમાંથી તેની હગાર બહાર નીકળે છે. 🍆જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. ઇયળનો વિકાસ પૂર્ણ થતા ફળમાં કાણું પાડી કોશેટામાં જવા માટે બહાર નીકળી આવે છે જેથી ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે. 🍆આ ઈયળ ના સચોટ નિયંત્રણ માટે નુકસાન પામેલ રીંગણ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઉંડો ખાડો કરી દાટી દેવી. 🍆ફેરોમોન ટ્રેપ પ્રતિ એકરે 12 - 16 ની સંખ્યામાં મુકવા અને 60 દિવસ પછી લ્યુરને બદલવા. 🍆જયારે વધુ ઉપદ્રવ જણાય ત્યારે કોપીગો ( ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 9.3% + લેમ્બડા-સાયલોથ્રીન 4.6% ZC) 8 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
18
0
અન્ય લેખો