AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડિજિટલ ક્રાંતિ ! ખેતરો પર ડિજિટલ ટેકનોલોજીથી થઈ રહી છે ખેતી !
નઈ ખેતી, નયા કિસાનTV9 ગુજરાતી
ડિજિટલ ક્રાંતિ ! ખેતરો પર ડિજિટલ ટેકનોલોજીથી થઈ રહી છે ખેતી !
👉 કૃષિ ક્ષેત્ર આજકાલ ખૂબ જ નાટકીય બદલાવમાંથી પસાર થઈ રહ્યું છે અને શક્ય છે કે તમે તેના વિષે અજાણ હોય. ડિજિટલ ક્રાંતિ હવે અહીં પણ શરૂ થઈ ગઈ છે. 👉 કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ અપાર સંભાવનાઓ સર્જી શકે છે. એક તરફ તેનો ખેતીમાં પણ ફાયદો થશે, બીજી તરફ તે આ ધરતી માટે પણ અનુકૂળ સાબિત થશે. આ ક્રાંતિનો હેતુ ઓછી જમીન પર વધુ પાક કેવી રીતે મેળવવો તે છે. ઓછા કેમિકલ, મર્યાદિત મશીનરીઓ, ઓછું પાણી અને કોઈ વધારાની જમીન ના ઉપયોગ વગર વધુ ઉપજ કેવી રીતે મેળવવી. સાથે જ જેમાં ખેડુતોનો વધુ સમય ના લે. 👉 કૃષિની આ ડિજિટલ ક્રાંતિમાં શરૂઆતમાં ત્રણ મોટી બાબતો બની છે. સેન્સર ટેકનોલોજીનો પ્રથમ વિકાસ. બીજું કે કોમ્યુનિકેશન તકનીક અને ત્રીજું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. 👉 કોર્નેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિજિટલ એગ્રિકલ્ચરના ડાયરેક્ટર સુઝાન કહે છે, આ તકનીકોથી ખેડૂતોને તેમના પશુધનનાં પશુઓમાં શું થઈ રહ્યું છે અને તેમના બગીચાને આ સમયે શું જરૂર છે તે જણાવશે. જમીન સુકાઈ રહી હોય અને વરસાદનો કોઈ અંદાજ ન હોય ત્યારે આ તકનીકી ખેડૂતને આ નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. 👉 કૃષિ ક્ષેત્રમાં જીપીએસ અને એડવાન્સ્ડ ફાર્મ મશીનરી દ્વારા, ખેડૂતો જાણે છે કે પાકની વાવણી ક્યારે કરવી. તેમના નીંદણ અને સિંચન ક્યારે થાય છે અને પાકની લણણી ક્યારે કરવી જોઈએ. પરંતુ હવે આ ટેક્નોલોજી સેટેલાઇટ અને ડ્રોનથી લેવામાં આવેલા ઈમેજથી પણ સજ્જ છે. તેનાથી એ જાણી શકાય છે કે નીંદણનું સ્તર શું છે. 👉 આ તકનીકીથી માટીનું પરીક્ષણ કરવામાં આવે છે. સાથે જ હવામાન પદ્ધતિઓ અને ક્ષેત્રોમાંથી મેળવેલી ઉપજનો જૂનો ડેટા એકત્રિત કરવામાં આવે છે જેથી તેનું વિશ્લેષણ કરી શકાય. તેનાથી ખેડૂતોને પાક વિષે નિર્ણય લેવાનું સરળ બને છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
7
અન્ય લેખો