AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
🐄ડાંગી ગાય ના શારીરિક અને આર્થિક લક્ષણો !
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
🐄ડાંગી ગાય ના શારીરિક અને આર્થિક લક્ષણો !
🐄ડાંગી ગાય ના શારીરિક અને આર્થિક લક્ષણો ! ડાંગી ના જંગલ વિસ્તાર પરથી આ ઓલાદ નું નામ ડાંગી રાખવામાં આવ્યું છે. ગુજરાત ના ડાંગ અને મહારાષ્ટ્ર ના અનેક વિસ્તારો માં આ ગાય ને ઉછેરવામાં આવે છે. શારીરિક લક્ષણો : 👉 ડાંગી મજબૂત બાંધા ની અને મધ્યમ કદ ની હોય છે. 👉 રંગ બદામી અથવા સફેદ કાળા કે રાતા ધાબા વાળો હોય છે. 👉 માથું નાનું, કપાસ ઉપસેલું, શીંગડા ટૂંકા અને કાન નાના હોય છે. 👉 પુખ્ત વય નો સાંઢ માદા 400 થી 500 અને અને ગાય 325 થી 400 કિલો વજન ધરાવે છે. Dangi Cow | Cattle Farming | Apni Kheti આર્થિક લક્ષણો : 👉 આ ઓલાદ કામાળ પ્રકાર ની છે. 👉 ભારે વરસાદવાળા ડુંગરાળ પ્રદેશ માં ખેતી કામ અને ભારવહક માટે ઉપયોગી છે. વેતરનું દૂધ ઉત્પાદન 430 થી 600 કિ.ગ્રા. પ્રથમ વિયાણ ઉમર 50 થી 55 માસ દુધાળ દિવસો 240 – 250 દિવસ ખેતી અને પશુપાલન ની માહિતી મેળવવા માટે એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરો અને નવીન માહિતી પહેલા મેળવો. ફોલો કરવા માટે 👉 ક્લિક કરો સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ. આપેલ માહિતી ને લાઈક કરી દરેક મિત્રો ને શેર કરો.
29
5