AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગર માટે ધરુવાડિયું કરવા જઇ રહ્યા હો તો આટલી બાબતો ધ્યાને લેશો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર માટે ધરુવાડિયું કરવા જઇ રહ્યા હો તો આટલી બાબતો ધ્યાને લેશો !
👉 ડાંગરની ગુર્જરી, નર્મદા, જી.આર. ૭, જી.આર. ૧૦૧, જી.આર. ૧૦૨, જી. આર. ૧૨, આઈ.આર. રર, મસુરી, આઈ. આર. ૬૬, સુખવેલ ર૦ જેવી જાતો ચૂંસિયા અને ગાભમારા સામે ટક્કર ઝીલી શકે તેવી હોય છે. 👉 લશ્કરી ઇયળનો હુમલો ટાળવા માટે ધરુવાડિયાની ચારે બાજુ એકાદ ફૂટ ઉંડી ખાઇ ખોદી તેમા પાણી ભરી રાખવું. 👉 ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ધરુવાડિયાથી જ શરુ થઇ જતો હોય છે, જો ઉપદ્રવ દેખાય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર અથવા કાર્બોફયુરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર દવા ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગુંઠા) વિસ્તારમાં ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે રેતી સાથે મિશ્ર કરી આપવો. 👉 ડાંગરની ફેરરોપણી જુલાઇના પ્રથમ પખવાડિયામાં થાય તે પ્રમાણે ધરુવાડિયાનું આયોજન કરવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
5