ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગર માં કરો ખાતર વ્યવથાપન
🌾ડાંગરની ખેતીમા સારા વૃદ્ધિ વિકાસ અને સારા ઉત્પાદન માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન જરૂરી છે.
🌾રોપણી સમયે આપવામાં આવતા રાસાયણિક ખાતર : DAP 50 કિલો પ્રતિ એકર પ્રમાણે સાથે પોટાશ ખાતર 25 કિલો પ્રતિ એકર પ્રમાણે અને જમીનમાં કાર્બન તત્વો મળી રહે તથા મૂળના વિકાસ અને લંબાઈ માટે સંચાર ખાતર 10 કિલો પ્રતિ એકર પ્રમાણે આપવું.
🌾ત્યારબાદ ફેરરોપણીના 20 થી 25 દિવસ બાદ સારી ફૂટ માટે ૨૫ કિલો એમોનિયમ સલ્ફેટ સાથે સલ્ફર 65% + ઝીંક 18 % ઘટક ધરાવતું સેલઝીંક 3 કિલો પ્રતિ એકર તેમજ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળે માટે મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP ઘટક ધરાવતી મેન્ડોઝ દવા 500 ગ્રામ પ્રતિ એકર સાથે થાયોમીથોક્ષામ 75 % SG ઘટક ધરાવતી શટર દવા 100 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે જમીનમા આપવુ.
🌾ત્યારબાદ ખાતર જમીનના પૃથ્થકરણ મુજબ આપવાના રહેતા હોય છે. સામાન્ય રીતે ઝીંક તત્વની ઉણપ હોય તો એકર દીઠ 500 ગ્રામ ઝીંક 39.5 % ઘટક ધરાવતું ઝાયનેક્સ અને લોહ તત્વની ઉણપ હોય તો ચીલેટેડ FE 12% 500 ગ્રામ પ્રતિ એકર દીઠ જમીનમા આપી શકો છો.
👉સંદર્ભ : Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.