AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગર ની 'શ્રી' પધ્ધતિમાં શું કરવુ અને શું ન કરવુ ?
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર ની 'શ્રી' પધ્ધતિમાં શું કરવુ અને શું ન કરવુ ?
ખેડૂત મિત્રો અગાઉ ના લેખમાં આપણે જાણ્યું કે, ડાંગર માં 'શ્રી' પદ્ધતિના કેવા કેવા ફાયદા છે સાથે તે પધ્ધતિ નો હેતુ શું છે. આજ ના લેખમાં જાણીશું કે આ પધ્ધતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શું કરવું જોઈએ : • સારું સમતલ અને નીતારવાળું ખેતર પસંદ કરવું. • રોગ જીવાત સામે પ્રતિકારક, વધુ ફુટની ક્ષમતા અને વધુ ઉત્પાદન આપતી જાત પસંદગી કરવી. • ધરૂવાડીયામાં દરરોજ બે વખત ઝારાથી પાણી આપવું. • ચોમાસુ ડાંગરમાં ૮ થી ૧૨ દિવસના છોડને ચોંટેલી માટી સાથે રોપણી કરવી. • ધરૂને હળવેક થી માટી સાથે ખેંચીને રોપણી માટે ખેતર માં પહોંચાડવા. • ખેતરમાં વધારાનું પાણી બહાર નીકળે તે માટે નિતાર નિકો બનાવવી. • નિંદામણના એક દિવસ અગાઉ હળવુ પિયત આપવું. • જમીનમાં ભેજ બનાવી રાખવા સમયસર પર સામાન્ય પિયત આપવું. શું ન કરવું? • જ્યાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોય અને ક્ષાર જમીન હોય ત્યાં શ્રી પધ્ધતિ ન અપનાવવી જોઈએ. • ભલામણ કરતા ઓછા વિસ્તારમાં ધરુ ઉછેર ન કરો. • ચીકણી માટી વાળી જમીનમાં ઉંડે સુધી ધાવલ કરવું નહીં • ધરૂના છોડ ને જોર થી ખેંચીને ઉપાડવા નહી. • રોપને વધુ ઊંડાઈ એ ન રોપવા તેમજ ભરબપોરે પિયત આપવું નહીં. • જમીનમાં ઉંડી તિરાડ પડે તેટલી કોરી ન કરો.
આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
27
1