AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગર ની નર્સરી તૈયાર કરો યોગ્ય રીતે
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગર ની નર્સરી તૈયાર કરો યોગ્ય રીતે
👉ડાંગરનું આદર્શ ધરું ઉછેર : 👉ધરૂવાડિયાની જમીન સહેજ ઉંચાણવાળી, રસ્તાની નજીક, પિયતની સગવડ વાળી, નિંદણમુકત હોવી જોઈએ. 👉જેટલા વિસ્તારમાં રોપણી કરવાની હોય તેના ૧૦ માં ભાગના વિસ્તારમાં ધરૂવાડિયું નાખવું. એક હેક્ટરની રોપણી માટે ૧૦ ગુંઠા જમીન માં ધરુંવાડિયું બનાવવું. સૌ પ્રથમ જમીન હળ અને કરબથી ખેડીને ભરભરી બનાવી સમાર મારી સમતળ બનાવવી અને ૧ મીટર પહોળા, ૧૦ મીટર લાંબા અને ૧પ સે.મી. ઉંચાઈના ગાદી કયારા બનાવવા. 👉કયારા દીઠ ર૦ કિલો છાંણીયું ખાતર, ર કિલો દિવેલીનો ખોળ, પ૦૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ અને ૨૫૦ ગ્રામ ભૂમિકા ખાતર આપી જમીનમાં ભેળવી દેવું. 👉ધરુંવાડિયુ મોડામાં મોડું જુનના પ્રથમ પખવાડિયામાં નાંખી દેવું. 👉બીજની વાવણી બાદ ર૪ કલાક સુધી ગાદી કયારા ઉપર ર સે.મી. પાણી ભરી રાખવું ત્યારબાદ ધરૂવાડિયામાં ભેજ રહે તે રીતે પાણી આપવું. 👉બીજની વાવણી બાદ ૧૦-૧ર દિવસે કયારા દીઠ રપ૦ગ્રામ એમોનીયમ સલ્ફેટ ખાતર આપવું અને ત્યાર બાદ ફરી ૮ દિવસે કયારા દીઠ રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ આપવું. 👉ધરૂવાડિયામાં શરૂઆત ની અવસ્થામાં ચુસીયા જીવાત અને ગાભમારા ની ઈયળ તથા ફૂગ જન્ય રોગોના નિયંત્રણ માટે એગ્રોનિલ જી.આર(ફિપ્રોનીલ 0.3% ગ્રેન્યુઅલ)૧ કિલો અને મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) ૨૫૦ ગ્રામ પ્રમાણે પાયાના ખાતર આપતી વખતે જમીનમાં આપવું તેમજ સુક્ષ્મ પોષક તત્વો જેવાકે ઝીંક અને લોહતત્વની ઉણપ જોવા મળતી હોય છે જેના નિયંત્રણ માટે ન્યુટ્રી પ્રો ગ્રેડ 4 ૧૫ ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. 👉સામાન્ય રીતે ર૧ થી રપ દિવસે ધરૂ રોપણી લાયક બને છે. મોટી ઉંમરના ધરૂનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છે અને સરવાળે ઉત્પાદન ઓછું મળે છે. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો
40
7
અન્ય લેખો