AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગર ના પાકને બચાવો ગાભમાળા ની ઈયળ થી!!
🌾પાકની શરૂઆતની અવસ્થામાં નાની ઈયળો થડ ની ગાંઠ ની નજીકના નજીક ના ભાગ પર કાણું પાડી ને અંદર દાખલ થાય છે.અને અંદર નો ગર્ભ ખાવા લાગે છે.જેને કરને છોડ પીળા પડી સુકાઈ જાય છે અને ડેડ હર્ત તરીકે ઓળખાય છે. 🌾કંઠી આવા ની અવસ્થાએ જો આ ઈયળ નો ઉપદ્રવ જોવા મળે તો થડ નો અંદર નો ભાગ ખવાઈ જવા ને લીધે કંઠી ઓ સફેદ નીકળે છે.આવી કંઠીઓમાં દાન ભરતા નથી અને જો ભરાઈ તો પણ ઓછા ભરાઈ.જેને વાઈટ હાર્ટ તરીકે ઓળખાય છે.આવી નુકશાની વાડી કંઠીઓ ખેંચતા સેહલાઈ થી નીકળી જાય છે.ઘણા ખેડૂતો આને સફેદ પીંછી તરીકે પણ ઓળખે છે. 🌾સંકલિત વ્યવસ્થાપન: o ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવી. o ધરૂવાડીયામાં ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર અથવા કાર્બોફયુરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર દવા ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગુંઠા) વિસ્તારમાં ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવી. o ડાંગરની ફેર રોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપીને રોપણી કરવી. o આ ઇયળ ડાંગરના થડમાં અંદર ભરાઇ રહી નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધુ અસરકારક રહે છે. o ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા અથવા કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી 19 કિ.ગ્રા અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦ થી ૨૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે બે વખત (પ્રથમ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અને ફરી ત્યારબાદ ૧૫-૨૦ દિવસે) ક્યારીમાં જમીનમાં આપવી. o કયારીમાં જે ઠેકાણે ગાભમારાની ઇયળનો ઉપદ્રવ જોવા મળે તેવા ભાગમાં જ દવાઓ આપવી. o આ સિવાય ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૮૦ ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૨.૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪% + બુપ્રોફેઝીન ૨૦% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરી શકાય. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
21
6