AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગર ! આદર્શ ધરૂ ઉછેર !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર ! આદર્શ ધરૂ ઉછેર !
👉 ધરૂવાડિયાનું આયોજન ડાંગરની ફેરરોપણી હેઠળના વિસ્તારને અનુલક્ષીને તથા મજૂરોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં 25 થી 30 દિવસનું ધરૂ મળી રહે તે માટે વધુ વિસ્તારવાળા ખેડૂતોએ ધરૂવાડિયું એક સાથે ન કરતાં તબક્કાવાર કરવું. જેથી રોપણી સમયે ધરૂની ઉંમર વધી ન જાય અને યોગ્ય ઉંમરનું ધરૂ રોપણી માટે સતત મળી રહે . જમીનની પસંદગી તથા તૈયારી : 👉 ધરૂવાડિયું ઉછેરવા માટે સારા નિતારવાળી સપાટ, ખાડા ટેકરા વગરની, ઝાડ, મકાન તથા બંધપાળાથી દૂર પાણી ભરાઈ ન રહે તેવી અને નજીકમાં જ પિયતની સગવડ હોય તેવી ફળદ્રુપ જમીન પસંદ કરવી જોઈએ. એક હેકટર વિસ્તારમાં ફેરરોપણી કરવા માટે 10 ગુંઠા વિસ્તારમાં ધરૂવાડિયું ઉછેરવું. બીજની પસંદગી તથા પ્રમાણ: 👉 એક હેક્ટર વિસ્તાર માટે જાડી જાતોનું 30 કિલો તથા ઝીણી જાતોનું 25 કિલો પ્રમાણે પ્રમાણિત અને શુધ્ધ બિયારણ પસંદ કરવું. 👉 તેને 3 ટકા મીઠાના પાણીમાં બોળી હલકાં, પોચા દાણા દુર કરી પછી બીજ કોરા કરીને પારાયુક્ત દવાની માવજત આપવી. 👉 ત્યારબાદ દરેક ક્યારામાં 250 થી 300 ગ્રામ બીજ એકસરખી રીતે પડે તે રીતે પૂંખીને અથવા લાઈનમાં વાવેતર કરવું અને બરાબર ઢાંકી દેવું અને હળવું પિયત આપવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
14