AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરમાં વિવિધ પ્રકારના ચૂસિયાનું વ્યવસ્થાપન !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરમાં વિવિધ પ્રકારના ચૂસિયાનું વ્યવસ્થાપન !
• આ જીવાત બધે જ જોવા મળે છે પરંતું આ વર્ષે પણ તેલંગાણા રાજ્યમાં આ જીવાતનો ઉત્પાત (આઉટબ્રેક) તીવ્ર ગતિમાં જોવા મળ્યો છે અને કેટલાક ખેડૂતોએ પાક સળગાવી પણ દીધો છે. • થડમાં બદામી કે સફેદ પીઠવાળા અને પાનના લીલા ચૂસિયા તેમની બન્ને અવસ્થાએ નુકસાન કરે છે. • પાન કરતા થડ ઉપર રહી નુકસાન કરતા ચૂસિયાનું પ્રમાણ સવિશેશ જોવા મળે છે. • પાન પીળા પડી બદામી કે ભૂખરા થઇ સુકાઇ જાય. • પાક બળી (હોપર બર્ન) ગયો હોય તેવું દેખાય અને રોગ કુંડાળા રુપે આગળ વધે. • ઉપદ્રવિત ક્યારીમાં કંટીમાં દાણા પોચા રહે કે ભરાતા નથી. • વિષાણૂંજન્ય રોગ ‘ટુંગરો’ અને “ગ્રાસી સ્ટન્ટ”નો ફેલાવો કરે છે. • તાપમાન અને ભેજ વધે તો જીવાત પણ વધે અને ઘટે તો જીવાતનું પ્રમાણ પણ ઘટે છે. • વધુ ઉપદ્રવ દેખાતો હોય તો ક્યારીમાં પાણી નિતારી એકાદ અઠવાડિયા પછી પાણી ભરવું. • વધુ પડતા નાયટ્રોજનયુક્ત ખાતરનો વપરાશ ન કરતા, ખાતર હપ્તામાં આપવું. • દર વર્ષે આ જીવાતનો પ્રશ્ન રહેતો હોય તો શરુઆતથી લીમડાનું તેલનો છંટકાવ કરવો. • ઉપદ્રવની શરુઆતે બાયોપેસટી સાઇડ જેવી કે બ્યુવેરિયા કે મેટારહીઝમનો છંટકાવ કરવો. • ક્યારીના શેઢા-પાળા નિંદામણમૂક્ત રાખવા. • નોઝલ થડ નજીક રાખીને દવાઓનો છંટકાવ કરવો. • મીરીડ બગ્સ અને કરોળિયા આ જીવાતના પરભક્ષીઓ છે, તેમને સાચવવા. • ક્યારીમાં પાણી નિતારી દાણાદાર દવા ફિપ્રોનીલ ૦.3 જીઆર ૧૬ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે આપવી. • દાણાદાર દવા આપવાનું શક્ય ન હોય તો ક્લોથીયાનીડીન ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ડીનેટોફ્યુરાન ૨૦ એસજી ૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રિન ૫ ઇસી ૫ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રિન ૫% ઇસી ૧૦ મિલિ અથવા ઇથોપ્રોલ ૪૦% + ઇમિડાક્લોપ્રિડ ૪૦% ડબલ્યુજી ૩ ગ્રા અથવા ફિપ્રોનીલ ૪% + થાયામેથોક્ષામ ૪% એસસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. • દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
13
6