AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરમાં ખડખડિયાનું થશે નિયંત્રણ, પાક રહેશે મસ્ત !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગરમાં ખડખડિયાનું થશે નિયંત્રણ, પાક રહેશે મસ્ત !
👉 આ ફુગથી થતો રોગ પાન, ગાંઠ અને કંટી ઉપર આવતો હોય છે. 👉 પાન ઉપર રોગ આવતા પાન ચીમળાઇને સુકાવા લાગે, ગાંઠ ઉપર આવે તો છોડ ભાગી પડે અને કંટી સમયે આવે તો દાણા ભરાતા નથી. 👉 ક્યારીને નિંદામણમૂક્ત રાખવું અને નાયટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ભલામણ અનુસાર જ કરવું. 👉 રોગની શરુઆત જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા ૬ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા એઝોક્ષીસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી ૧૦ મિલિ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% ડબલ્યુપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ૧૫-૨૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
3
અન્ય લેખો