AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરમાં આવતા ચૂસિયાંનું વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરમાં આવતા ચૂસિયાંનું વ્યવસ્થાપન
ડાંગરના પાકમાં મુખ્યત્વે પાનના લીલા ચૂસીયાં, બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે છે. ચૂસીયાંના બચ્‍ચાં તથા પુખ્‍ત એમ બંને અવસ્‍થા છોડના થડમાંથી રસ ચૂસે છે. ઉપદ્રવિત છોડના પાન પીળાશ પડતા બદામી અથવા ભુખરા રંગના થઈ સુકાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે. જેને “હોપર બર્ન” કહે છે. ખેતરમાં તેનાથી થતું નુકસાન ગોળ કુંડાળા (ટાલા) રૂપે આગળ વધે છે. ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા પોચા રહે છે અને ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થાય છે. ઉપદ્રવ ચાલુ થયા પછી એક જ અઠવાડિયામાં આખા ખેતરમાં પ્રસરી જાય છે.
સંકલિત વ્યવસ્થાપન: o નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્‍તામાં આપવાં o ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાંખવુ. o પાકમાં સતત મોજણી કરતા રહેવુ જેથી ચૂસીયાંના ઉપદ્રવની શરૂઆત થાય કે તુરત જીવાતગ્રસ્ત મર્યાદિત વિસ્તાર (સ્પોટ)માં જ જંતુનાશક દવા આપવી અને ખર્ચ ઘટાડવો. o જમીનમાં કાર્બોફ્યુરાન ૩જી અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦ થી ૨૫ કિ.ગ્રા અથવા ફોરેટ ૧૦ જી ૧૦ કિ.ગ્રા અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% + થાયામેથોક્ષામ ૧% જીઆર ૬ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી. o પાકની પાછલી અવસ્થાએ જો દાણાદાર દવા આપવાનું શક્ય ન હોય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા ક્લોથીયાનીડીન ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિ.લિ. અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ફેનોબુકાર્બ ૫૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિ.લિ. અથવા થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૨.૫ ઈસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. o આ કીટનાશક દવાનો છંટકાવ ચૂસીયાં ઉપરાંત ગાભમારાની ઈયળ અને પાનવાળનાર ઈયળ પણ અસરકારકરીતે નિયંત્રણ થાય છે. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
193
0