ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરમાં અંગારીયો રોગનું નિયંત્રણ
🌾આ રોગ અસ્ટેલોજીનોયડી વાયરસ નામના ફૂગથી ફેલાય છે. તે મુખ્યત્વે ડાંગરની કંટી નીકળવાની અવસ્થાએ વધુ પડતો વરસાદ,વાદળછાયું અને ગરમ ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ રોગનું પ્રમાણ વધુ ફેલાય છે. ઉપરાંત, વધુ પડતો નાઇટ્રોજનનો ઉપયોગ કરવાથી અને બીજ ઉપચાર ન કરવાથી પ્રકોપ વધે છે.
🌾શરૂઆતમાં કંટીના દાણામાં પીળાશ પડતા લીલા રંગની ફૂગ નો જથ્થો જેવા મખમલિયા દાણા જોવા મળે છે.જેમાંથી લીલાશ પડતા કાળા રંગના પાવડરના રૂપમાં ફુગના બીજાણુઓ બહાર ઉડે છે અને પવનથી ખેતરમાં ફેલાય છે. આમ, આ રીતે ડાંગરના પાકમાં અંગારીયો રોગ ફેલાય છે.
🌾આ રોગ ના સચોટ નિયંત્રણ માટે રોઝતામ (એઝોક્સિબિન 11% +ટેબુકોનાઝોલ 18.3% SC ) 25 મિલી પ્રતિ પંપ અથવા ટેબુલ(ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% WG) 50 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.આ રોગ નું સમયસર નિયત્રંણ ના થાય તો પાકના ઉત્પાદન ઓછું આવે છે અને સરવાળે ખેડૂતને નુકશાન થાય છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!